આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લોભી પારધી

તમસપુર નગરની બહાર એક વિશાળ સરોવર આવેલું હતું. તેની ચારે તરફ મીઠાં ફળવાળાં વૃક્ષો હતાં. વિશાળ છાયા કરતાં વડ-લીમડો-પીપળો જેવાં વૃક્ષો પણ હતાં. ઠેક ઠેકાણે સુગંધી પુષ્પોના છોડ હતાં. સરોવરમાં લાલ અને શ્વેત કમળનાં પુષ્પો તથા રંગબેરંગી માછલીઓ શોભામાં ઓર વધારો કરતાં. સરોવરની આવી સુંદર શોભા કોઈને કેટલીયે જાતનાં પંખીઓએ ત્યાં પોતાનો નિવાસ કર્યો હતો. વળી એ પ્રદેશ રાજાના સિપાહીઓથી રક્ષાયેલો હોવાથી ત્યાં સસલાં, હરણ, વાંદરાં જેવાં પ્રાણીઓ પણ નિર્ભયપણે વિચરતાં.

સરોવરના કિનારે એક વૃક્ષ પર એક હંસ રહેતો હતો. તેને એક માછલી સાથે દોસ્તી થઈ ગઈ. બન્ને રોજ સરોવરને કિનારે મળતાં અને જાતજાતની, ભાત ભાતની વાતો કરતાં.

એક વાર એક પારધીએ આ હંસને જોયો. એને એ હંસ ખૂબ ગમી ગયો. કેવો રૂપાળો હંસ છે ! એનું મન લલચાઈ