આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦
બાલવિલાસ.

પત્ની ધર્મ–ભાગ ૪
૧૧

આગલા પાઠમાં કહ્યા પ્રમાણે સર્વ સાથે હળીમળીને અને પ્રેમભાવથી વર્તનાર સ્ત્રીનું ઘર સ્વર્ગ જેવું થઈ રહે છે; સર્વે તેને નમે છે, તેને પ્રસન્ન રાખે છે, ઘરનાં ચાકર સરખાં પણ તેનાથી અસંતોષ થતાં નથી. ચાકરો આદિ જે આપણાથી ઉતરતા દરજજાનાં મનુષ્ય છે તેમની સાથેની વર્તણૂકમાં બહુ સંભાળ રાખવાની છે. ઘણુંક શેઠ શેઠાણી એમ સમજે છે કે ચાકરો સાથે ઘણી છુટ લેવી ને તેમને ગમે તેમ બોલવા ચાલવા દેવાં એમાંજ સારૂ છે, પણ એમ કરવાથી ભાર ભાગી જાય છે, ને હલકા લોકના આચાર વિચાર આપણામાં પ્રવેશ પામી આપણને પણ છેવટ હલકાં બનાવે છે. યોગ્ય વખતે યોગ્ય ભુલને માટે શિક્ષા આપવી એમાં કોઈ પણ પ્રકારની કઠણાશ જણાય છે એમ ન જાણવું પણ તેમાં નિરંતર દયા અને પ્રીતિનો ભાવ ભેળવીને તેમ કર્યું હોય તો વધારે રૂચિકર થાય એમ સમજવું. ચાકર નોકરને એમ લાગવું જોઈએ કે અમારાં શેઠાણી અમારાં માતુશ્રી કે ભગિની બરાબર છે, પણ તેમને તેમની સાથે જ એમ પણ લાગવું જોઈએ કે ગમે તેવો પણ અમારો દોષ હશે તો તેને તે જવા દેનાર નથી. માણસો આપણા ઉપર પ્રસન્ન રહી હોસે આપણું કામ ઉઠાવે એવી આપણી રીતભાત રાખવી જોઈએ, પણ તેમાં તેમને આપણી નરમાશનો અયોગ્ય લાભ લેવાની ટેવ પડે એવું ન જોઈએ.

આ પ્રમાણે સર્વનો સ્નેહ સંપાદન કરવાથી સર્વને શુદ્ધ અને પ્રસન્ન રાખનારી વહુ સર્વના વિશ્વાસને પાત્ર થાય છે, સર્વને વહાલી થાય છે. પારકા ઘરમાં જઈ તે ઘરનાંનો વિશ્વાસ અને પ્રેમ પામવો એ કંઈ સહેલી વાત નથી. જ્યારે આ પ્રમાણેની વર્તણુકથી સર્વને ખાતરી થાય છે કે આ વહુ બહુ શાણી ડાહી અને પ્રામાણિક છે ત્યારે જ તેના ઉપર સર્વને પ્રીતિ થાય છે, ને તે કુટુંબની રાણીને ઠામે પૂજાય છે. પ્રથમ કદાપિ દુઃખ કે કષ્ટથી પોતાનું કામ કરવું પડે પણ અંતે વિશ્વાસ અને પરિપૂર્ણ સુખ મળે છે, ને ભંડારની કુચીઓ સુદ્ધાં પણ તેને હાથ આવે છે. આ સમય જ્યારે આવે ત્યારે લેશ પણ ગર્વ કરવો નહિ, અને પોતાનો જે નિત્ય ધર્મ હોય તે જરા પણ ચુકવો નહિ, પોતાનાં જે નિત્યકર્મ હોય તેમાં લેશ પણ પ્રમાદ કરી અભિમાન ન ધરવો કે અહો હું તો હવે બધાની માલીક છું, માટે ફલાણું શા માટે કરવું ને ફલાણું તે મારાથી નજ