આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧
પ્રેમ.

થાય. અભિમાન બધાં પાપનું મૂલ છે, માટે તે કદાપિ આણવું નહિ, ને નરમાશથી પ્રેમથી, સત્યથી જે પ્રાપ્ત થયું હોય તેને જાતને માટે ને પરમાર્થ માટે ઉપયોગ કરવો. પોતાના અધિકાર વિષેનાં જુદાં ગપ્પાં કે નકામો લવારો ડાહ્યાં બૈરાં કરતાં નથી, ને જે પોતાની યોગ્યતાથી મળ્યું હોય તે પોતાના કુટુંબમાં શાંતિથી ભોગવે છે.

આ પ્રમાણે કણ્વ ઋષિએ પોતાની કરી લીધેલી પુત્રી શકુન્તલાને સાસરે જતી વખતે ઉપદેશ કહ્યો છે તે સર્વ સ્ત્રીઓને ગોખી રાખવા યોગ્ય છે કેમકે તે પ્રમાણે ચાલવાથી તેમને સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થવાનો સહેલામાં -સહેલો માર્ગ–રસ્તો હાથ લાગે તેમ છે, ને એમ સ્ત્રીઓ સ્ત્રી એ નામ તજી ગૃહિણી એ નામને યોગ્ય થાય છે. જે આમ નથી ચાલતી તે પોતાનાં મા બાપ તથા સાસરીઆંના મનને અનંત દુ:ખ પેદા કરે છે ને અંતે દુઃખી થાય છે.


પ્રેમ–ભાગ–૧
૧૨

પ્રેમ એટલે શું ? માણસ માણસ સાથે સંબંધ રાખે છે, એક બીજાની અપેક્ષા એક બીજાને થાય છે, અમુકના વિના ચાલતું નથી એવો ભાવ રાખે છે, પણ તે બધાં પ્રેમનાં લક્ષણ નથી. કાંઈ પણ સ્વાર્થ વૃત્તિથી એટલે અમુક રીતે કરવાથી અમુક લાભ થશે એવા વિચારથી જે થાય તે સ્નેહ કે પ્રેમ કહેવાતો નથી. એવી જેટલી જેટલી લાગણીઓ આપણા મનમાં પેદા થાય છે તે તો બધી કૃત્રીમ છે, સ્વાભાવિક નથી. માતા બાલકને અનેક કષ્ટ વેઠી ઉછેરે છે, કોઈ સીતા જેવી સતી પતિને માટે પ્રાણ આપે છે, તો તેમાં કશો પણ સ્વાર્થનો વિચાર હોતો નથી; આમ કરવાથી આમ લાભ થશે એવી ગણના એમાં હોતી નથી. એમ આગળ જઈ વિચાર કરીએ તો પોતાના દેશને માટે જીવ આપનાર પરાક્રમી વીર પુરૂષો, કે પોતે નિશ્ચયથી સ્વીકારેલા કાર્યમાં કે સિદ્ધાંતમાં પ્રાણ ખર્ચી નાખતા સુધીમાં પણ આનંદ માનનારા મહાત્માઓ, તે પણ જે કરે છે તે કોઈ અતુલ પ્રેમનું કાર્ય છે. આમ કરવાથી આમ થશે, એટલે કે મને પોતાને અમુક લાભ થશે, એવી ગણના એમના કામમાં હોતી નથી. કાર્ય માત્ર કાંઈ પરિણામ કે ફલ આદરીનેજ કરાય છે, પણ પ્રેમનું ફલ તો પ્રેમ પોતેજ છે, બીજુ નથી. જ્યારે રામ વનવાસ જતા હતા ત્યારે સીતાએ સાથે જેવા કહ્યું; રામે બહુ બહુ સમજાવ્યાં, પણ માન્યું નહિ. જવાની જ વાત લેઇ