આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
બાલવિલાસ.

બેઠાં. તે પ્રસંગે પ્રખ્યાત કવી ભવભૂતિ પ્રેમનો મહિમા એવો વર્ણવે છે કે “ કરે ના કાંઇએ તોએ દુષ્ટે દૃષ્ટ મળ્યે સુખી; તે તેને મન છે કાંઈ જે જેના મનમાં વસે.' કાંઈ પણ દેખીતો કે ગુપ્ત લાભ ન છતાં, માત્ર અન્યોન્યના દર્શનમાંજ આનંદ લે છે, એમ જે જેને પ્રેમથી સંકળાયું છે, તે તેના મનમાં કાંઈક અવર્ણ્ય એટલે કલ્પી પણ ન શકાય એવા આનંદ અને રસવાળું છે. આવા આવા અનેક પ્રસંગનો વિચાર કરતાં એટલું જ સમજાય છે કે પ્રેમ એટલે પોતે પોતાપણું ભુલી, જેને પ્રેમપાત્ર ગણતાં હોઇએ તેના રૂપ થવું. માણસનું મન મૂલથીજ એવી કોઈ લાગણીથી ભીજેલું છે કે જેનામાં તેને નિરંતર સ્વાર્થબુદ્ધિમાં સુખ લાગતું નથી. તેને પગલે]-પગલે પોતાના સ્વાર્થ માટે જ નહિ, પણ કાંઈ દેખીતા કારણ વિના માત્ર અંદરની કોઈ વૃત્તિને સંતોષ પમાડવા સારૂ, પોતા વિના બીજાની સંગત વાતચીત ઇત્યાદિ વિના ચાલતું નથી. એમાંથી જ કોઈ કોઈ સમય, એવો એકભાવ જામી જાય છે, કે પોતે પોતાપણું વીસરી જઈ જે પોતાનું ઇષ્ટ હોય તે રૂપજ બની જાય છે, એવા એકભાવનું નામ પ્રેમ. સંસારમાં કહીં પણ સુખ હોય, ધર્મ પાળવાથી ઉત્તમમાં ઉત્તમ મોક્ષ જો મળતો હોય, આખા જગતને સ્થિતિમાં રાખી સુખ અને શાતિમાં ચલાવનારી જે ગુપ્ત અને પ્રબલ કમાન હોય, તો તે પ્રેમ વિના બીજું કાંઈ નથી. મૈત્રી, સ્નેહ, વાત્સલ્ય, ભક્તિ ઈત્યાદિ જે જે રીતે માણસ માણસના સંબંધોની જે ગાંઠ બંધાય છે, તે બધું પ્રેમનું જ કાર્ય છે. પ્રેમ એ સર્વ વ્યાપી એક અને અખંડ આનંદનું રૂપ છે, જેવાં જેવાં સ્થલમાં ને જેવા જેવા સંબંધમાં પ્રસરે છે તેવે તેવે રૂપે તેનાં કાર્ય આપણી દષ્ટિએ પડે છે.

પ્રેમ વિના જગત શુન્ય અરણ્ય જેવું થઈ જાય, સંસાર ખારો ઝેર લાગે, અને કુટુંબમાં એક ક્ષણ પણ રહી ન શકાય. એ પ્રેમ સર્વત્ર છે, પણ એનું મુખ્ય સ્થાન, એનો અધિષ્ઠાતા દેવ, સંસારમાં તે સ્ત્રી પોતેજ છે. પ્રેમમાં બંધાઈ સ્ત્રીઓએ જે મહા કાર્ય કર્યા છે તેવા કોઈ પણ ઠેકાણેથી મળવાં અશકય છે. કોમલ સ્ત્રીઓએ વિકટ યુદ્ધમાં વિજય સાથે સંસાર કર્યો છે, ભડભડ બળતા અગ્નિમાં હસતે મોંએ પોતાનો દેહ પ્રજાળી નાખ્યો છે, પણ તે બધું શાથી અને શા માટે ? માત્ર પ્રેમથી ને પ્રેમને માટેજ. તેમણે જેને પોતાના પ્રેમનું સ્થાન એક સમય ગણ્યો તે પતિને જ પોતાનો મિત્ર, પિતાનો ગુરૂ, પોતાનો ઈશ્વર, પોતારૂપ, જાણ્યો છે; ને એમ જાણવાથી અતિ મહાકાર્ય કરવા સમર્થ થઈ, સતીશીરોણીમાં