આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
બાલવિલાસ.

સ્થાનથીજ સુખ માનવું તે વિના બીજાનું મેં પણ ન જોવું; તેને વળગી રહી પોતાનાં યોગ્ય કર્તવ્ય પણ ચુકવાં, અને જગતને ભારરૂપ થઈ પડવું; તેનેજ રમવા રમાડવામાં આનંદ સમજવો, એ બધી સ્વાર્થવૃત્તિ કહેવાય; એમાં પ્રેમનો છાંટો છતાં એ પ્રેમનું ખરું રૂપ કહેવાય નહિ. ખરો પ્રેમ તો એજ કે જેમાં આખા જગતને માટે સ્થાન થઈ શકે, તેમ જ્યાં યોગ્ય હોય ત્યાં બધાએ ભેગો થઈ દર્શન દેઈ શકે, પ્રેમ કાંઈ શરીરથી સુખી થતો નથી, મનથી મોહી જતો નથી, કે લોભથી લેવાતો નથી તે તો કેવલ આત્મારૂપ છે, આત્માનો સાર છે, ને તેથી તે કોઈ એક સ્થાનેજ બંધાઈ રહે, કે બીજાને તેમાંથી દૂર રાખે, એવા આકારનો હોઈ શકતો નથી. જે ખરાં પ્રેમી છે તે પોતાના પ્રેમસ્થાન સાથે અતુલ આનંદમાં એકત્ર છતાં, બીજાને જોઈને પણ રાજી થાય છે, બીજાને પણ પોતાના પ્રેમનાં સ્થાન ગણે છે, ને તેમના પ્રતિ પોતાનું કર્તવ્ય કરે છે. એક ઉપર પ્રેમ હોવાથી તે વિનાનાં બધાં ઉપર દ્વેષ કે તિરસ્કાર કે અનાદર હોય એ પ્રેમનું લક્ષણ નથી, કેવલ ગાંડાઈનું લક્ષણ છે; તેમ જેના ઉપર પ્રેમ હોય તેને જ બંધાઈ બીજા પ્રતિ પોતાનું કર્તવ્ય ચુકવું એ પાપનું કામ છે. આટલા માટે કહ્યું છે કે ઉત્તમોત્તમ પ્રેમ તે સર્વત્ર એકભાવ સમજવામાં જ છે, ને જે કોઈ બે વચ્ચેનો પ્રેમ તે પણ જો એક ભાવના પગથીઆ રૂપે ગણાય તોજ સાર્થક છે.

આ ઉપરથી પ્રેમનું ખરેખરૂં રૂપ તમારા સમજવામાં આવી શકશે; અને પ્રેમને નામે આ જગતમાં જે અનાચાર, દુષ્ટતા, અને પાપ, પ્રસરેલાં છે તેમાં તમે કદી ફસાશો નહિ. ઉત્તમ પ્રેમધર્મ પાળી શુદ્ધ પ્રેમી કન્યા, પત્ની, માતા, થઈ, જગતને પ્રેમ ભાવના નમુનારૂપ થશે, તથા અંતે સર્વત્ર એક ભાવ અનુભવી અનંત સુખરૂપ મેક્ષમાં વિરમશે.

પુનર્જન્મ-ભાગ ૧
૧૪

ધર્મ વિષે નિર્ણય કરતાં એ વાત સિદ્ધ કરેલી છે કે જીવ અને પુનર્જન્મ એ બે વાત સ્વીકારવી એ ધાર્મીક બુદ્ધિનું લક્ષણ છે. જીવનો અર્થ સમજાવતા પહેલાં આત્મા એટલે શું તે પણ ત્યાં સમજાવેલું છે. જ્ઞાનની જેને શક્તિ છે, અથવા જે જ્ઞાનરૂપજ છે, એવો આત્મા સર્વ