આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
પુનર્જન્મ.

એમજ વાસના પણ સૂક્ષ્મ દેહને પુષ્ટ કરે છે ને તે દ્વારા સ્થૂલ દેહને પણ અસર પહોંચાડે છે. આવો સુક્ષ્મ દેહ છે કે નથી તેને નિશ્ચય યોગના પ્રયોગથી થઈ શકે છે, કેમકે તેનાથી એ દેહ કોઈવાર કેવલ જુદો પાડીને જોઈ શકાય છે. ઘણા લોકને એવી સ્વાભાવિક શક્તિ હોય છે, ને એવાં ઘણાં દષ્ટાન્ત પાકી શોધથી નોધાયલાં છે કે કોઈ માણસ મરી જવા પડયું હોય અને તેને કોઈને મળવાનો બહુ વેગવાળો સંકલ્પ હોય, તો પેલું માણસ મરી જાય તેજ સમયમાં, જેને તે મળવા ધારતું હોય તે માણસ તેના સુક્ષ્મદેહને દેખે છે, ને પ્રસંગે તેની વાત પણ સાંભળે છે. આટલી પ્રસ્તાવના પછી હવે પુનર્જન્મની વાત સહેજે સમજાશે.

પુનર્જન્મ-ભાગ ૨
૧૫

હવે તમે સમજી શકશો કે પુનર્જન્મ એટલે શું? આપણે એક વાત તો નકકી જાએ છીએ કે કોઈ વસ્તુને સમૂલ નાશ થઈ શકતો નથી. આ લાકડી છે, તેને ભાગી નાખીએ તે તેની સળીઓ થઈ જાય, તે સળીઓને બાળી નાંખીએ તે રાખ થઈ જાય, રાખને વધારે બાળીએ તો તે તેની હવા થઈ જાય, ને દૃષ્ટિએ પડતી બંધ પડે. સળીઓ, રાખ, હવા, બધાં લાકડીનાં જુદાં જુદાં રૂપ થયાં એટલે એ લાકડી જેની બનેલી હતી તેનાં નામ બદલાયાં પણ તે વરતુ નાશ પામી નહિ, એ વસ્તુની અવસ્થાઓ બદલાઈ; ત્યારે હવે વિચાર કરો કે મરણ એટલે શું? જેમ પેલી લાકડીની અવસ્થાઓ બદલાઇ તેમ આપણી, ને સર્વની પણ બદલાય છે, ને એક અવસ્થામાંથી તેમાં તુરત પાછા ન અવાય એવી રીતે બીજીમાં જવાનું નામ મરણ કહેવાય છે. મરણથી કશાનો નાશ થતો નથી, પણ જે સક્ષ્મ દેહ જે સ્થૂલ દેહમાં હોય તેમાંથી જુદા થઈ જાય છે, ને જો કે સ્થૂલ દેહ જે તત્વોનો બનેલો હોય તેમાં મળી જાય છે તો પણ સુક્ષ્મ દેહ તે કેવલ વાસનાનો બનેલો છે તેથી કશામાં મળી જતો નથી પણ કોઈ રીતે વિદ્યમાન રહે છે. જ્યારે એ વાસનાઓને ભોગવવાનો વખત ફરીથી આવે ત્યારે કોઈ અનુકૂલ સ્થુલમાં તે વાસનાવાળો સૂક્ષ્મ દેહ જોડાય છે, ને ફરી સંસારમાં અવતરે છે. એનું નામ પુનર્જન્મ. વચલા વખતમાં એ સૂક્ષ્મ


૧. આ વિષય ઘણો સૂક્ષ્મ છે માટે વધારે જાણવું હોય તો શ્રીમદ ભગવદ્ગીતાની ટીકાના ૧૭મા અધ્યાયમાં રહસ્યનો ભાગ જોવો.