આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૦
બાલવિલાસ.

પુનર્જન્મ એ વાત તો નક્કી જ છે; ને એ જ્યારે નક્કી છે ત્યારે સારા આચાર વિચાર રાખવાની ને સારી વાસના પ્રાપ્ત કરવાની કેટલી અપેક્ષા છે? જયાં સુધી વાસના છે ત્યાં સુધી જન્મ થવાનેજ છે, ને જન્મ થવાનો છે ત્યાં સુધી દુ:ખ થવાનું છે. દુઃખથી છુટવું હોય, પરમ સુખમાં રહેવું હોય, મેક્ષ પામવો હોય, તો વાસના તજવી એજ તત્વ છે.


કર્મ ભાગ-૧
૧૬

કર્મ એટલે કરેલું કામ. જે જે કામ કરાય તે બધાં કર્મ કહેવાય, પણ કામમાત્ર વિચાર વિના થતાં નથી માટે તે કામની પ્રેરણ કરનારા વિચાર પણ કર્મમાં ગણાય. કામની પ્રેરણા કરે નહિ તેવા વિચાર પણ કર્મમાં ગણાય કેમકે તે પણ વાસના પેદા કરી શકે છે; ને વાસના કોઈ કાલે પણ કામ રૂપે પ્રત્યક્ષ થાય છે. કરેલાં કામ એટલે આચાર તેમ વિચાર એ બધું કર્મમાં ગણાય છે. કર્મને ઉત્પન્ન કોણ કરે છે? વાસનાથી કર્મ પેદા થાય છે, જે વાસના પોતે અનાદિ છે. અનાદિ એટલે એનો આરંભ કયાંથી થયો તે સમજાય તેવી વાત છે, વાસનાનું કારણ વાસનાજ છે માટે તે અનાદિ કહેવાય છે. આ આખું જગત્ બનેલું છે તે વાસનામાંથી બન્યું છે, કેમકે વાસનાથી કર્મ પેદા થાય છે, ને કર્મથી જુદા જુદા અધિકાર, એટલે જુદા જુદા આયુષ, જુદી જુદી પદવી, જુદા જુદા ભોગ, જન્મ પામે છે. વાસના સૂક્ષ્મદેહમાં રહે છે, કર્મ સ્થૂલદેહમાં રહે છે, એટલે વાસનાનું પ્રત્યક્ષ રૂપ તે કર્મ કહેવાય. જ્યારે આખા જગતને નાશ થાય ત્યારે કર્મનો નાશ થાય છે, પણ વાસનાનો નાશ થતો નથી. જે આત્મા તે સમયે પણ રહે છે તેમાં વાસના સમાઈ જાય છે, અને કર્મ બંધ પડેલાં હોવાથી પ્રત્યક્ષ સૃષ્ટિરૂપે જણાતી નથી. ત્યારે કર્મ એટલે શું તે હવે સ્પષ્ટ થઈ ગયું. જેમ વાસના અનાદિ છે, તેમ વાસનાથી થયેલાં કર્મ પણ અનાદિજ છે, કારણકે જેમ વાસનાઓ જન્મે જન્મે જુદી જુદી થયાં જાય છે, તેમ કર્મ પણ જન્મે જન્મે જુદાં જુદાં થયાં જાય છે. વાસનાથી કર્મ પેદા થાય છે ને કર્મથી પાછી વાસના પેદા થાય છે એમ એ બે અન્યોન્યને પેદા કરે છે, માટે તે બેએ અનાદિ છે.

કર્મ જ્યારે અનાદિ છે, અને તેના અર્થમાં આચાર વિચાર સર્વનો