આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૪
બાલવિલાસ.

સમજાય છે. એજ મોક્ષ પ્રયત્ન એજ આપણા જીવિતનો હેતુ, ફલ એ કર્મને અધિન, એમ જાણી નિર્વાસન થઈ જવામાં જ પરમ સુખ.

પત્નીધર્મ ભાગ-૫
૧૮

પરણેલી સ્ત્રીને ગૃહિણી શા માટે કહે છે એ તો વારંવાર કહેવામાં આવેલું છે, પણ તેનો અર્થ બરાબર રીતે હવે આ પાઠમાં સમજાવીશું. જેના વડે ઘર બંધાય છે, જેના ઉપર આખા ઘરનો આધાર છે, ને જેના વિના ઘર ભાગ્યું એમ ગણાય છે, તે જ ખરી ગૃહિણી છે. પોતાની પ્રેમવૃત્તિથી ને ભક્તિથી સ્ત્રી આખા ઘરને સુખી અને પ્રસન્ન રાખે છે એ તો છેજ, પણ તેનામાં કરકસરને ને કેળવણીથી વસ્તુઓને વાપરવાનો કાઈ એવો અપૂર્વ ગુણ છે કે જેનાથી ઘરમાં થોડી સમૃદ્ધિ હોય તોપણ તેમાંથી ઘણું સુખ પેદા થાય છે. એક બ્રાહ્મણને પરણવાનો વિચાર થયો ત્યારે તેણે એમ નિશ્ચય કર્યો કે ખરી કરકસર અને કેળવણીવાળી સ્ત્રીને જ મારે પરણવું. તેથી એક શેર ડાંગર છેડે બાંધીને નીકળ્યો, ને જ્યાં જાય ત્યાં એમ કહે કે આનો ભાત રાંધીને પેટ ભરી મને જમાડે તેને મારે પરણવું. કેઈએ એ વાત સ્વીકારી નહિ, પણ ગામમાં કોઈ વિધવાની એક અતિ રૂપવાળી કન્યા હતી તેણે તે બ્રાહ્મણને આસન આપી બેસાડ્યા, જલપાત્ર લાવી મૂક્યું, અને પેલી ડાંગર લઇ પાધરીક ખાંડી ચોખા કાઢી લાવી ચોખાને ધોઈ નાખી પલાળીને જરાક બહાર જઈ કુશકા કણકી વેચી નાખી તેમાંથી લાકડાં અને થોડુંક ઘી તથા કુચકો આંબલી અને જરા મીઠું મશાલો પણ લાવી, પાણી માટે એક ઘડો પણ ભરતી આવી, દેવતા સળગાવી પેલા ચોખા ઓરી દીધા અને તે થાય તેટલામાં પેલી આંબલીનું જરાક ખાટીયું પણ બનાવી દીધું. ને ચોખાને સીઝવા મુકી, જરા હાથ ફેરવી તે જગાએ પાણી પણ ગરમ કર્યું પછી પેલા બ્રાહ્મણને નવરાવી, ઘીવાળા ચોખા તથા ખાટીયું જમાડયાં, ને જે વધ્યું તે પોતે જરાક ખાઈ લીધું. પછી બ્રાહ્મણને એક પથારી કરી આપી આરામ લેવા કહ્યું, અને પોતે એઠું સાફ કરી નાખ્યું. બ્રાહ્મણ ઘણો જ પ્રસન્ન થઈ ગયો અને તેજ કન્યાને પરણી પરમ સુખી થયો.

ઘરમાં વસ્તુઓને સંભાળવી, સાચવવી, લુગડાંને ધોવાં વીછળવાં અને ફાટયાં તુટયાંને તુરતા તુરત સંભારી લેવાં, દાણાને રીતિ પ્રમાણે