આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૫
પત્નીધર્મ. ભાગ-૫.

યોજનાથી ભરી રાખવા તથા સંભાળવા, નિત્ય સાફસુફ કરી વાસણ આદિ ચોખું રાખવું, પીવા યોગ્ય ટાઢું જલ નવે નવું ગાળીને સાંચી રાખવું, એ આદિ અનેક ઝીણાં ઝીણાં કામ એવાં છે કે જેમાં કેળવીને કામ કરવાથી કામ દીસી આવે ને મનોરંજક તથા સારું થાય છે, ને કેળવણી વિના તથા આળસથી કરવામાં કામ જણાતું નથી ને ઘણોજ બીગાડ થાય છે. ઘરની છત ઉઘાડી પાડનાર કે વધારનાર સ્ત્રી પોતે જ છે. તેને જો કેળવણી આવડતી હોય તો થોડામાંથી પણ વધારે સુખ ભોગવી શકે, નહિ તો વધારે પડયું હોય તેમાંથી પેટ ભરીને ખાઈ શકે પણ નહિ; આમ કેળવણીથી વાપરવાની ટેવ હોય તો કરકસર કરવાની ટેવ એની મેળે આવે છે. કરકસરનો અર્થ એવો નથી કે પેટ બાળીને પણ બચાવવું; એનો અર્થ એટલો જ છે કે આપણી શકિત ઉપરાંત વ્યય કરવો નહિ અને જેટલું આવે તે કરતાં બંને તો અર્ધ કે તેથી પણ ઓછો વ્યય રાખવો. પોતાના ઘરની આવક અને તેમાંથી કરેલું ખરચ એનો હીસાબ રાખવાની ટેવ પાડવી, અને એમ તપાસતાં રહેવું કે આવક અને ખરચ શા પ્રમાણમાં ચાલે છે. પુરૂષો તો તેમનાથી બને તેટલો શ્રમ કરી ઘરનાને સુખી કરવા માટે આમથી તેમથી ઉપાર્જન કરી લાવે છે, પણ તેમાંથી કેળવીને કરકસરથી વાપરવું, તથા જયારે ઉપાર્જનની શક્તિ રહે નહિ ત્યારે પણ બેઠાં બેઠાં ખવાય એટલે ઉગારીને જમા થાય તેમ કરવું, એ બધું કામ ઘરની ધણીયાણુનું છે. આ પ્રમાણે ઘરનો ખરેખરો આધાર સ્ત્રી ઉપરજ છે, માટે તેને ગૃહિણી કહેલી છે.

સ્ત્રીઓ પોતાની જવાબદારી જરા પણ સમજ્યા વિના ઘણી વાર એમ જાણે છે કે પરણ્યાં એટલે ખાવું પીવું, ઓઢવું પહેરવું, ને ફરવું એ વિના બીજું કાંઈ છેજ નહિ, બીજું કરવું પડે તો માબાપને ઘેર એટલે પીઅર નાસી ગયા વિના ચાલેજ નહિ, આવી સ્ત્રીઓથી કદાપિ ધર મંડાયાં નથી, ને મંડાનારાં નથી, એટલું જ નહિ પણ તે જાતે અતિ દુઃખી થએલી છે. જ્યારથી પરણી ત્યારથી સ્ત્રીએ પોતાનું ઘર ને પોતાનું બાર પોતાના સાસરાને જ સમજવું જોઈએ. ઘણીક સ્ત્રીઓ પોતાને પીઅર પોતાનો જીવ રાખે છે એટલું જ નહિ, પણ વખત બેવખત છાનેમાને પોતાના પીઅરમાં સાસરાની જણસો તાણી જવાની ચોરી પણ કરવા ચૂકતી નથી. આમ કરવામાં બહુ પાપ છે તેમ છેવટ ઘણી હાનિ છે. કેમકે જ્યારે તમારા ઘરમાં ખાવાનું નહિ રહે ત્યારે તમારાં માબાપ