આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૬
બાલવિલાસ.

તમારાં બાલકને આપવા આવનારાં નથી. તેમણે પોતેજ આવી રીતે શ્રમ વિના મળેલું ઘણું કરીને ઉડાવી દીધું હશે એટલે તેમને મરજી હોય તોપણ તે તમને મદદ કરી શકે એવું તેમનામાં કાંઈ રહ્યું હશે નહિ. દુર્બલ સ્થિતિનાં માણસને, આપણને ઈશ્વરે બે પૈસા આપ્યા હોય તો મદદ કરવી એ તો આપણી ફરજજ છે, ને તે પ્રમાણે પીઅરીઆંને મદદ કરવી પડે તો પ્રસિદ્ધ રીતે પોતાના પતિને વિનવીને કરાવવામાં કશો બાધ નથી, પણ પીઅરમાં જીવ રાખી ગુપ્ત રીતે ચોરી કરવી એ તો મહા અપરાધ છે, તથા પતિ અને બીજાં ગુરૂજનના તિરસ્કારને પાત્ર થવાનું મુખ્ય કારણ છે. સ્ત્રીને તો પોતાનો પતિ તિરરકાર કરે એ મહોટામાં મોટો દંડ છે, ઘણામાં ઘની હાનિ છે, કાળામાં કાળું કલંક છે, ખરો સ્ત્રીધર્મ અને ખરો પ્રેમભાવ એટલામાં છે કે પતિને પિતારૂપ કે તેથી પણ અધિક જાણી મન કર્મ કે વાણીથી તેનાથી જુદાઈ થાય એજ પાપ ગણવું. ક્ષણ પણ પતિ વિનાની જવી જોઈએ નહિ; આવો એક ભાવ જ્યારે થાય ત્યારે જ સ્ત્રીએ પોતાનો સ્વાર્થ યથાર્થ રીતે સાચવ્યો જાણવો. એમ થાય ત્યારે જ તેને સાસરૂ પિતાના ઘર જેવું જ લાગે અને ત્યારે તેનામાં કેળવણી અને કરકસરના ગુણો પોતાની મેળે ઉદય પામે. એ ગુણોથી ઘરમાં સુખ અને સંપત્તિનો વાસ થાય, અને પરણેલી કન્યા સ્ત્રી એવું નામ તજી ગૃહિણી એવું અતિ માનવાળું નામ પામે.


સંયમ ભાગ-૧
૧૯

આ જગતમાં જેટલું દુઃખ છે તેનો લગભગ પોણો ભાગ માણસોએ પોતાના મન ઉપર થોડોક અંકુશ ન રાખવાથી પેદા કરેલો છે. જો માણસો પોતાનાં મન, શરીર અને વાણી ઉપર અંકુશ રાખતાં હોય તો તેમને જે સુખ પેદા થાય તેનું વર્ણન કરવું પણ અશક્ય છે. માણસને અનેક પ્રકારની ઇરછાઓ અને આશાઓ પેદા થાય છે, પણ તેમાં તેને એટલો વિચાર થતો નથી કે એમાંની કેટલી પાર પડે તેવી છે ને તે પાર પડે તેવી હોય તેમાંથી પણ પોતાને કેટલીક પ્રાપ્ત કરવાનો હક છે. આ બે વાતનો નિશ્ચય થયા પછી જે યોગ્ય ઇચ્છા કે આશા જણાય તે સફલ થશેજ એ કાંઈ નિશ્ચય નથી, એટલે તેને માટે ગાંડા થઈ જવું કે તે ન