આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૦
બાલવિલાસ.

વર્ણાશ્રમ ધર્મ ભાગ-૧
૨૧

માણસની જાતે ફક્ત બેજ છે, સ્ત્રી અને પુરૂષ; પણ બુદ્ધિ, બલ, કુલ, ધન, અધિકાર એટલાને લીધે માણસની જુદી જુદી એટલી બધી સ્થિતિઓ થાય છે કે માણસજાતના અનેક વર્ગ પડી ગયેલા છે. એવા વર્ગ બધા દેશોમાં પડે છે, ને એમાંના એક અથવા વધારે કારણને લીધે બધી સ્થિતિઓમાં પણ પડે છે. આપણા દેશમાં એવા વર્ગને નાત કહે છે, પણ એ નાત અથવા જ્ઞાતિરૂપી વર્ગનું મૂળ કારણ જુદું જ છે. કેવલ બુદ્ધિ આદિને લીધે જે વર્ગ આપણા દેશમાં અસલ પડેલા હતા તેને વર્ણ કહેતા. વર્ણ એટલે રંગ અને ઉપરનો રંગ એજ મૂલ એ વિભાગ પડવાનું કારણ હતો. એવું માનવામાં છે કે એશિયાખંડના મધ્ય પ્રદેશમાં એક મનુષ્યસમૂહ વસતો હતો; તે ત્યાં કેટલાક સમયથી વસતો હશે કે ક્યાંથી આવ્યો હશે તે ચોક્કસ નથી, તો પણ ઈસવીસન પૂર્વે આશરે બે હજાર વર્ષ ઉપર એ સમુહ ચોપાસે વિખેરાઈ જવા લાગ્યો. એમાંની એક શાખા દક્ષિણમાં ગઈ તેમાંથી પારસીઓ ઉત્પન્ન થયા, એક પશ્ચિમમાં ઉતરી તેમાંથી ગ્રીક, રોમન અને અર્વાચીન જર્મનની ઉત્પત્તિ થઈ, ને એક શાખા અગ્નિકોણમાં વળી તેમાંથી આપણે ઉત્પન્ન થયાં. આ લોક પોતાને આર્ય કહેતા, ને વર્ણે અતિ ગૌર હતા. તેમણે આપણા દેશમાં વસતાં જંગલી ટોળાં, જે રંગે શ્યામ હતાં, તેમને હાંકીને દક્ષિણ તરફ કાઢયાં; તેવા અનાર્યથી પોતાને ઉત્તમ જણાવવા માટે પોતે વર્ણમાં ગણાતા, અને અનાર્યોને અવર્ણ કહેતા. એ ઉપરથી આજ સુધી આપણામાં કોઇ નઠારા માણસ વિષે બોલવાની કહેવત ચાલે છે કે “ એ તો કાંઈ વર્ણમાં છે ?” આર્ય લોકો બહારથી આવીને આ દેશમાં વસ્યા એવું કેટલાક નથી પણ માનતા. ને એમજ માને છે કે આર્યલોક આ દેશનાજ મૂળના રહિશ છે, ને બુદ્ધિ આદિ ગુણોને લીધે ઉત્તમ વર્ણ ગણાય છે. આર્યલોક બહારથી આવ્યા એમ માનનારા આર્ય શબ્દનો અર્થ “ખેતીની કલા જાણનાર,” એટલે જે અનાર્ય જંગલીઓ તે કલા ન જાણે, તેનાથી ઉત્તમ, એવો કરે છે, આર્યલોક અહીંનાજ રહિશ એમ માનનારા એનો અર્થ “પાસે જવા યોગ્ય,” એટલે પૂજ્ય, ઉત્તમ એવો કરે છે. આપણે કોઇને ઉત્તર દેતાં “જી” એમ કહીએ છીએ, તે આર્ય શબ્દનું અપભ્રંશ રૂપ છે. વર્ણ શબ્દ રંગવાચક છે તેથી