આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૨
બાલવિલાસ

વર્ણાશ્રમ ભાગ-૨
૨૨.

આવા પ્રકારનો વર્ણવિચાર છે. અને એવી રીતે વર્ણ પ્રમાણે લોકોના વિભાગ પ્રત્યેક દેશમાં થાય છે, ને થવા જોઈએ, જ્યાં બધાં એક જાતનાજ છે એવા યુરોપમાં પણ એવા વિભાગ છે. પણ ચાર વર્ણ ને તે પણ આવા સારા સંબંધવાળા તેમાંથી એક એક જોડે કશે સંબંધ ન રાખનારી નાતો કેમ પેદા થઈ ? બે વાત શ્રી મનુએ બહુ રીતે સમજાવી છે જેટલી જેટલી પ્રજા ઉત્પન્ન થાય છે, તેનામાં તેના માતા પિતાના શરીર અને મન બંનેના ગુણદોષ ઉતરે છે. જ્યારે માતા પિતા બે ઉચ્ચ વર્ણની માતાને નીચ વર્ણનો છેક અવર્ણનોજ પીતા હોય ત્યારે પ્રજા બહુ નીચ સ્વભાવવાળી, હીનબુદ્ધિપરાક્રમવાળી, થાય છે. એમ જે થાય તે પ્રજા વર્ણસંકર એટલે ચઢતા ઉતરતી વર્ણના સેળભેળ થવાથી પેદા થયેલી કહેવાય છે. આવો વ્યવહાર પ્રવર્તે તો એક એક માણસ, એકએક ગામ, આખો દેશ, બુદ્ધિ અને પરાક્રમમાં નીચ થતાં જાય, અને છેવટ બહુ માઠાં પરિણામ નીવડે આટલા માટે, તેમ બ્રહ્મચર્ય સાચવવામાં જે ધર્મનો લાભ છે તે માટે વ્યભિચારનું પાપ બહુ મોટું કહ્યું છે, એટલું મોટું કે તેનું પ્રાયશ્ચિત બળી મરવાથી જ થઈ શકે છે. જેમ જેમ વર્ણસંકર થતાં ગયાં તેમ તેમ શુદ્ધ વર્ણવાળાંએ તેમને પોતાથી દૂર મૂકવા માંડયાં, ન એમ એક પછી એક અનેક વર્ગ વધવા લાગ્યા. આવા કીયા કીયા વર્ણસંકરની કેઈ કેઈ નાતો કહેવાય છે, અને તે તે નાતોમાં શાં શાં કામ છે, એ શ્રી મનુએ પોતાની સ્મૃતિમાં બતાવેલું છે. નીચ વર્ણવાળો ઊંચ વર્ષમાં જઈ શકતો, કેમકે એમાં નીચથી ઉંચ થવા માટે ઉત્તમ કર્મ ધર્મ સાચવવાની જરૂર હતી, પણ જ્યારે સંકર થવા માંડયો ત્યારે બદલી શકાય એમ રહ્યું નહિ, કેમકે અહીં તો કર્મધર્મમાં કશી ન્યૂનતા થવાથી ઉતરતે સ્થાને અવાયલું નથી, પણ પોતાના લોહીમાં અને બુદ્ધિમાંજ વિકાર થવાથી એમ અવાયું છે, ને તે તો મરણ વિના બદલાવું અશક્ય છે. આવું થયું એટલે નાતો નાતો વચ્ચે ખાવાનો, તેમ કન્યાનો વ્યવહાર બંધ પડયો. આ પ્રમાણે જે નાતો થઈ છે, થાય છે, ને થશે, તે બધી બહુજ હાનિ કરાવાવાળી છે, કેમકે તેમને લીધે માણસેનાં મન સાંકડાં થઈ જઈ, દ્વેષ, ઈર્ષ્યા, અભિમાન, એવા અનેક દેષથી મલિન થાય છે, ને માણસોને