આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
બાલવિલાસ.

પાળે છે. સર્વ આશ્રમમાં મુખ્ય ગૃહસ્થાશ્રમ છે, ને તેનો મુખ્ય આધાર ગૃહિણી ઉપર છે. ગૃહસ્થને આધારે જ બીજા ત્રણે આશ્રમવાળા જીવે છે, માટે તેના જેવો એકે આશ્રમ નથી, એમ શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે. એમાંજ પુણ્ય કરવાના પ્રસંગ મળે છે; એમાંજ આપણા સદગુણની પરીક્ષા થાય છે. એનો ખરો આધાર સ્ત્રી ઉપર છે કેમકે એ આશ્રમમાં રહી પ્રેમભાવમાં વૃદ્ધિ કરવાનું મુખ્ય કામ છે, ને તે પ્રેમભાવનો દેવતા સ્ત્રી છે. એના પ્રેમભાવથી, એના આનંદીપણાથી, ગૃહસ્થાશ્રમ સુધરે છે.

આ પ્રમાણે ચાર વર્ણ અને ચાર આશ્રમનો, તથા તેના ધર્મનો વિવેક છે; એ ઉપર વિચાર રાખીને સર્વદા વર્તવાથી કલ્યાણ છે.


માતૃધર્મ ભાગ-૧
૨૩

બાલ્યાવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરી સંસારના કામ માટે અયોગ્ય થઈ યુવાવસ્થામાં પ્રવેશ કરવાનો છે. એ અવસ્થામાં યથાયોગ્ય પત્નીધર્મ પાળી જે આનંદ મેળવવાનો છે તેનું ખરું ફલ જ્યારે માતા થવાય ત્યારે પૂરેપૂરું અનુભવાય છે. બાલક છે તે શું છે ? પ્રખ્યાત કવિ ભવભૂતિએ કહ્યું છે કે પતિ અને પત્નીના અંતઃકરણના તત્ત્વની એક ગાંઠ બંધાય છે, તેજ બાલક છે. આ કહેવું કવિતાના ચમત્કાર કરતાં રષ્ટિના નિયમનું સ્વરૂપ સમજાવવામાં વધારે કામ આવે તેવું છે. બાલક છે તે મા અને બાપ એ બેના અંત:કરણનું તત્ત્વ છે. અતઃકરણ એટલે હદય તેનું તત્વ કહ્યું એનો અર્થ એ છે કે હૃદયમાં જે પ્રેમભાવ રમી રહે છે, તે પ્રેમ ઉત્તમમાં ઉત્તમ રીતિએ જ્યારે એકત્ર થાય છે ત્યારે સારામાં સારૂ બાલક નીપજે છે. પ્રેમથી કરીને જે એકભાવ થવો જોઈએ તેમાં કાંઈ પણ ન્યૂનતા હોય તો જે પ્રજા થાય તે સારી થતી નથી, એમ સારામાં સારા વિદ્વાનોનું મત છે. પૂર્ણ પ્રેમથી એક થયેલાં માતાપિતાનું બાલક સારૂ એટલે માનસિક ધર્મમાં પ્રબલ, એટલે બુદ્ધિમાન, ધાર્મિક, પ્રેમી, ભક્તિમાન, ને ઉત્તમાભિલાષી થાય છે. આટલું તો તેના મનની સંપત્તિ પરત્વે થાય છે, પણ તેના શરીરની સંપત્તિનો આધાર શાના ઉપર છે ? અંત:કરણ એટલે હૃદયનું સ્થૂલ તત્વ જે લોહી તેના ઉપર તેનો આધાર છે. જે માબાપે પોતાનાં શરીર, એટલે શરીરને પુષ્ટિ આપનાર લોહી, સારી રીતે