આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૫
માતૃધર્મ.

સાચવ્યાં હોય અને પોતાના શરીરને વધવામાં જ્યારે લોહીનો ઉપયોગ થતો હોય ત્યારે તેને બીજે માર્ગ ન વાપર્યું હોય, તો તેવાં માબાપની પ્રજા ઘણા દઢ શરીરવાળી થાય છે. પોતાનું શરીર દૃઢ બંધાઈ ચુકવાથી લોહીનો ઉપયોગ પ્રજા ઉત્પન્ન કરવામાં કરી શકાય, તથા પરમ પ્રેમથી એકરૂપ થઈ તે ઉત્પન્ન કરવાના કાર્યમાં આનંદથી પ્રવર્તાય, એવો સમય આવવા માટે માતાપિતાનું વય કેટલું પાકું હોવું જોઈએ એ વિચારવું. આવા વિચાર વિના માતા થવાની ઉમેદ રાખનારી સ્ત્રીઓ એવી પ્રજાની માતા થાય છે કે જે પ્રજા અવતરે તેવી મરી જઈ માતાને રડતી કકળતી મૂકે છે, કદાપિ ઉછરે તો રોગથી કે બુદ્ધિની જાડાઈથી કે તેથી પણ કોઈ દુષ્ટ આચરણથી માતાને મરતા સુધી અંગારારૂપ નીવડે છે, કે ઘણીવાર માતા પોતેજ વંધ્યા થઈ જઈ પ્રજાને માટે નિરંતર વલખાં મારતી રહે છે. આટલા સારૂ માતા થવામાં કેટલી જવાબદારી છે તે પૂરેપૂરું સમજવું આવશ્યક છે, ને તે સમજ્યા પછી પણ માતા થવા માટે દઢ શરીર અને પતિ સાથે અત્યંત એકભાવ રૂ૫ પ્રેમ એની પણ કેટલી આવશ્યક્તા છે તે નિત્ય સ્મરી રાખવું આવશ્યક છે. જે સ્ત્રીઓ ઉત્તમ પત્ની ધર્મ પાળી પાર ઉતરી છે તે જ ખરી માતા થવાને યોગ્ય છે એમ આ બધા વિચાર ઉપરથી સહજ સમજાશે.

બાલક છે તે તેના પિતા અને માતાના શરીર, તેમ મનની યથાયોગ્ય પ્રતિમા છે. એવી પ્રતિમા પેદા થાય છે ત્યારે માતા પિતાના હર્ષમાં કશી મણા રહેતી નથી, પ્રેમનું સાર્થક થવાથી તે પ્રેમ સહસ્ત્ર ઘણો વૃદ્ધિ પામે છે, ને બાલકને જોઈ એ પ્રેમ ઉભરાયાં કરે છે. ઘણે ઠેકાણે બાલક સ્ત્રી જાતિનું હોય કે પુરુષ જાતિનું હોય તે ઉપર માબાપ પોતાના હર્ષનો આધાર રાખે છે, પણ મનુષ્ય સ્વભાવ એવો નથી કે પોતાનાં બાલકમાં એવો તફાવત રાખી એક કરતાં બીજાને વધારે વહાલું કે અગત્યનું ગણે; જે નિર્દય લોક છે, જેનામાં પ્રેમ કે દયાનો છાંટો નથી, ને તેથી જે પશુ જેવાંજ છે તે આવા વિચારમાં પડી ખરું સુખ ભોગવવાનો અવસર વણસાડી નાંખે છે. બાળક થવું એજ માબાપના હર્ષની પરાકાષ્ઠા છે, માબાપના જીવનો સાર છે, જે પ્રેમથી લગ્ન થયું છે તેનું ફલ છે. એ બાલકના ઉત્પન્ન કરનારનો ધર્મ છે કે તેને સાચવવું, તેને પોષવું, તેને મહોટું કરવું, તેને શરીરથી, મનથી કે આત્માથી વિશુદ્ધ રાખવું, અને એમ આ જગતમાં સ્વતંત્ર રીતે તેને વ્યવહાર કરતાં શીખવવું. વ્યવહારમાં પણ તે ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય નીવડે, ઉત્તમમાં ઉત્તમ પુરુષ કે ઉત્તમમાં ઉત્તમ