આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૯
સન્નારી સીતા-ભાગ-૨

તડાતડીમાં ભાગ લેતા હશે ! આવો સંસાર તે શી રીતે સુખી થાય ? જ્યાં પગ અડે તો લાત મારવી, ને એક સખુન કહે તે સામો વાળ્યા વિના ધાન પણ ન ભાવે, એવો રીવાજ તેજ મહોટાઈ ગણાય તેજ કુલીનપણું ગણાય, ત્યાં સુખ અને શાન્તિની વાત જ કયાં? પણ એવા બધાં સમયમાં આપણે આપણું હુંપદ વિસરી જઈ આપણો લાભ કોરે રાખી, પારકાને જે યોગ્ય હોય તે ભોગવવા દેવામાં, ને તે ભોગવવામાં સહાય થવામાં, ખરી મહોટાઈ સમજવી, આત્માર્પણથીજ સંસારમાં સુખ શાન્તિ રહે, માન મળે એટલું જ નહિ પણ આપણા પોતાના આત્માને નિરંતર સંતાપ પણ આપણને પ્રાપ્ત થાય, એક પરોપકારનું કામ કરવાથી તે કામ પોતેજ અવર્ણ્ય પ્રકારની શાન્તિ પેદા કરે છે, તો નિરંતર જે લોક આત્માર્પણ ગ્રહણ કરી પોતાને વિસારે પાડી પારકા માટે જ જીવિત ગાળે છે તે કેટલાં સુખી આનંદી ને શાન્ત હોય ! આમ સંસારમાં ઘડી ઘડી આત્મપર્ણના પ્રસંગ આવે છે, ને તે બધા સારામાં સારી રીતે વાપરવા એમાંજ આપણા જીવ્યાનું સાર્થક છે. પ્રસંગ આવ્યેથી આત્માપણ દાખવવું એ કરતાં પણ વધારે ઉત્તમ પ્રકારનું આત્મપણ ઉત્તમ પ્રેમથી ઉત્પન્ન થાય છે. પ્રસંગ આવે તે કરતાં તેવાં મનુષ્ય પ્રસંગને જ પેદા કરે છે. તેમના મનમાં એમજ નિશ્ચય હોય છે કે આપણું જીવિત જે રીતે આખા વિશ્વને કે તેના કોઈ ભાગને ઉપયોગી થાય એવી જ રીતે જ ગાળવું. આવા નિશ્ચયથી તેવાં મનુષ્ય જનસમૂહની જુદી જુદી અપેક્ષાઓનો વિચાર કરે છે તે પૂરી પાડવા માટેની શોધ કરવામાં, ગ્રંથ રચવામાં, કે એવીજ તેને માટે ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આખું જીવિત ગાળે છે, એવાં સ્ત્રી પુરૂષ સર્વને પૂજ્ય છે.

સન્નારી સીતા-ભાગ-૨


મિથિલાથી પરણી પરશુરામનો પરાજય કરી રામ સીતા સહિત અયોધ્યામાં આવ્યા. સીતાએ સાસુઓ તથા વૃદ્ધ સસરાની પરિપૂર્ણ પ્રીતિ એટલી બધી સંપાદન કરી લીધી કે તે રામ જેટલીજ તેમને સવને પ્રિય થઈ. આવી રીતે દશરથ રાજા પોતાની અતિ વૃદ્ધાવસ્થામાં પુત્ર અને પુત્રવધૂનું સુખ ભોગવતા હતા; તેવામાં તેમને એમ વિચાર થયો કે મારી હવે વૃદ્ધાવસ્થા થઈ છે માટે મારે મારા જ્યેષ્ઠ પુત્ર રામને રાજ્યાભિષેક