આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સદવૃત્તિ

આપણને જે યોગ્ય હોય તે કરતાં અધિક ઇચ્છતું કે લેવું નહિ, તેમ બીજાને તેને જે યોગ્ય હોય તે નિરન્તર આપવામાં પાછા હઠવું નહિ. જયારે ઉદારતા અને ન્યાય બે સત્યનિષ્ઠાની જોડે હોય ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રેમ પેદા થાય છે. જે સુખ આપણને હોય તે બીજાંને પણ ભોગવાવવું એવો સર્વ ઉપર અત્યન્ત સમાનભાવ પોતાની મેળે જ પેદા થાય છે, એનુંજ નામ પ્રેમ, સત્યનિષ્ઠા, ઉદારતા, ન્યાય, પ્રેમ, એ ચાર સદવૃત્તિનાં મુખ્ય લક્ષણ છે, ને તે જેનામાં હોય તેવાં સ્ત્રી પુરૂષ સત્પુરૂષ કે સન્નારી કહેવાય છે. સદવૃત્તિને ચારિત્ર અથવા સાખ પણ કહે છે.

સદવૃત્તિ.
૨.

આપણા લોક કહે છે કે કુલ એજ સત્પાત્ર હોવાનું લક્ષણ છે, પણ વધારે યોગ્ય વાત તો એ છે કે સદવૃત્તિવાળાં હોવું એજ કુલીન હોવાનું લક્ષણ છે. કોઈ માણસ કુલીન કહેવાય, ગૃહસ્થ કહેવાય, તો તે તેના ધનથી, તેના અધિકારથી, તેની વિદ્યાથી, કે તેના કુલથી કહેવાતો નથી. માત્ર તેની સદવૃત્તિથી જ કહેવાય છે. સદવૃત્તિ છે તે જગતનો આધાર છે. ઘરમાં જો સર્વે સદવૃત્તિથી ન રહેતાં હોય તો નિરંતર કલેશ અને દુઃખ ઉપજે છે; ગામમાં સદવૃત્તિ ન હોય તો લોકે નિંદાખોર અને ઝેરીલા થઈ એક એકને કનડે છે; દેશમાં સદવૃત્તિ ન હોય તો કુસંપને લીધે તે દેશ પરાધીન થાય છે. આખા વિશ્વમાં જો સદવૃત્તિ ન પ્રવર્તતી હોય તો જે નિયમિત અને સુખરૂપ રચના નિરંતર દેખાય છે તે ઉલટીજ થઇ ગઇ હોય. આ જગતનો ઈતિહાસ જોઈએ તો જે જે મહા પુરુષો કે સ્ત્રીઓનાં નામ આપણા સ્મરણમાં છે તે બધાં ઉત્તમ સદવૃત્તિવાળાનાંજ છે. રામ હરિશ્ચન્દ્ર, સીતા, દ્રૌપદી, ઈત્યાદિનાં વૃત્તાન્તથી તે પરાક્રમી પ્રતાપ કે અકબરનાં ચરિત્ર સુધી મહા સદવૃત્તિનો જ પૂજ્ય મહિમા તમે જોશો.

સદવૃત્તિ તે માત્ર અમુક પ્રકારના વિચારમાંજ રહી શકતી નથી. આપણા જે જે વિચાર હોય તે પ્રમાણે જ્યારે આપણે કરીએ ત્યારે જ તેનું સારાપણું નક્કી થાય. સત્યનિષ્ઠા, ઉદારતા, ન્યાય, અને પ્રેમ, એ બધાંથી જેવી વૃત્તિ પેદા થાય, તેવો જ જ્યારે. આચાર કરાય, ત્યારે શુદ્ધ સદવૃત્તિ