આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૧
સન્નારી-સીતા-ભાગ-3

સમૃદ્ધિ આનંદ બધું પતિની સેવામાં ને પતિની પ્રીતિમાં જ છે, પતિ વિના તેને કરોડો ગણું સમૃદ્ધિ રાખ બરાબર છે. મારે તો તમારી દષ્ટિમાંજ આનંદ છે. તમારી સેવામાં સુખ છે માટે હું તમારા વિના રહેવાની નથી.” લક્ષ્મણ અને સીતાને સાથે લઇ રામ વનવાસ ગયા, ગામમાં તો બધે શોક અને વિલાપ વ્યાપી ગયાં. પુત્રનું મુખ જોઈને જીવનાર દશરથ રાજા ઘણો સમય જીવી શકયા નહિ, તેમનો પ્રાણ ગયો; અને જેને માટે રાજ્ય માગ્યું હતું તે કેકેયીપુત્ર ભરત પણ આવીને બધો વૃત્તાન્ત જાણતાં માતાને ઘણો તિરસ્કાર કરવા લાગ્યો તથા રામને પાછા વાળવા તેમની પાછળ ગયો પણ તે વળ્યા નહિ, ભરતે રાજ્ય લીધું નહિ, માત્ર રામની પાદુકાનું અર્ચન કરવામાંજ તેણે સ્વધર્મ ધાર્યો.


સન્નારી સીતા-ભાગ-૩
૨૬

વનવાસમાં જે અનેક અનેક સંકટ પડ્યાં, ને તે બધામાં રામે જે જે પરાક્રમ કર્યા, તેની કથા રામાયણમાં પ્રસિદ્ધ છે, પણ તે બધા સંકટમાં સીતાએ જે એકનિષ્ઠા અને પ્રેમભાવથી સ્વામીની અનન્ય સેવા કરી છે, કદાપિ મનમાં ઓછું સરખું પણ આણ્યું નથી, ને છાયાની પેઠે પતિથી તે અભિન્ન રહી છે, એ સર્વ કુલીન નારીઓને સમજવા જેવું છે. રાવણે સ્વયંવરના સમયથી જે વેર ધારણ કર્યું હતું તે તેના પેટમાંથી ગયું નહતું. એટલે રામના વનવાસની વાત જાણ પડતાંજ તેણે રામને પીડા કરવાના વિચાર કરવા માંડયા અને સીતાને હરી લાવવાની યુક્તિઓ રચવા માંડી. એક દિવસ પંચવટીમાં રામ, સીતા, લક્ષ્મણ ત્રણે રમતાં હતાં તેવામાં એક કારમો સોનાની ત્વચાવાળો મૃગ દષ્ટિએ પડયો. સ્ત્રીજાતિની સહજ ચપલ બુદ્ધિ પ્રમાણે સીતાને આ મૃગની ત્વચાની ઇચ્છા થઇ, અને તેણે રામને તેની પાછલ મોકલ્યા. પણ એ મૃગ તો રાવણનો મામો મૃગ રૂપે થઈ આવ્યો હતો તે હતો, એટલે રામને ઘણા દૂર તે લેઈ ગયો, ને મરાયો ત્યારે પણ “લક્ષ્મણ' ! એવી બુમ પાડી તેથી રામને કાઇ વિઘ્ન છે, એમ જાણી સીતાએ લક્ષ્મણને પણ પાછળ મોકલ્યા. સીતા એકલી પડી એટલે રાવણ કોઇ યોગીનો વેશ ધારણ કરી ભિક્ષા માગવા માટે આવ્યો. અને સીતા ભિક્ષા આપવા આવી કે તેને ઉચકીને લેઈ ગયો, રામ અને લક્ષ્મણ પાછા આવ્યા તો પંચવટીમાં સીતાને દીઠી નહિ તેથી બહુ બહુ આક્રંદ કરવા લાગ્યા, રામ જેવા ધૈર્યવાળાનું પણ ધૈર્ય આ અવસરે સ્ખલિત