આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૭
સન્નારી સતીઓ

સેના ત્યાં મોકલી તેથી દક્ષનો વિનાશ થયો. આમ સતીએ દેહત્યાગ કરી પોતાના પ્રાણનાથથી વિયોગ કર્યો નહિ. તુરત તેમણે હિમાચલને ઘેર મેનાને પેટ જન્મ લીધો, ને જ્યારે દેવતાઓએ ત્રિપુરાસુરને મારવા માટે યોદ્ધો માગ્યો ત્યારે એ કન્યા અને શિવજી વિના એવો યોદ્ધો કેાઈ પેદા કરી શકે એમ નથી, એમ બ્રહ્માના વચનના યોગે એ કન્યા જેનું નામ બીજા જન્મમાં પાર્વતી હતું તે પાછ પોતાના નિત્યના એક પ્રેમબદ્ધ સ્વામીને પરણ્યાં, આમ પાર્વતી સર્વ સતીમાં શિરોમણિ છે.

અહલ્યા, તારા, દ્રોપદી, સીતા, મંદોદરી, એ પંચ સતીનાં નામ નિરંતર સ્મરણ કરવાની ચાલ સર્વ સન્નારીઓ રાખે છે. નામ સ્મરણથીજ લાભ કશો નથી, પણ તે નામ સંભારવાથી તેમના ગુણનો વિચાર પેદા થાય, ને ગુણનો વિચાર પેદા થવાથી તેવા ગુણ આપણામાં આણવા એમ નિશ્ચય થાય, ને નિશ્ચય થાય તેજ પ્રમાણે નિરંતર કરાય, તો જ તે નામસ્મરણથી ઉત્તમત્તમ લાભ સમજવો. અહલ્યા ઋષિપત્ની હતાં. તારા વાનર પત્ની હતાં, છતાં તેમણે પોતા પોતાના આશ્રમમાં જે ઉત્તમોત્તમ સતી ધર્મ પાળ્યો છે તે કોઈ અદ્યાપિ પાળી શકયું નથી, પતિનામાં પોતે એવો લીન થઈ જવું કે પોતાપણુંજ વિસરી, ને જગતમાં પતિ વિના બીજું કાંઈ દેખવું નહિ, તે પણ તેમને જીવતે તેમ મુવે, એજ તેમના ધર્મની પરાકાષ્ઠા હતી. સીતાનું વૃત્તાન્ત તો છે થોડે થોડે તમને કહી બતાવવામાં આવે છે જ, દ્રૌપદીને પણ તમે પાંચ પાંડવની પત્ની રૂપે ઓળખો ચો. દૈવયોગે પાંચ ભાઈની પત્ની છતાં તેણે એવી ઉત્તમ રીતે પોતાનો ધર્મ સાચવ્યો છે, ને એવા ઉગ્ર પ્રેમનું ઉદાહરણ જગતની આગળ મૂકયું છે, કે તેનું નામ સતીની ગણનામાં આજ પર્યત પૂજાય છે. મંદોદરી મયદાનવની પુત્રી હતી, ને રાવણને પરણેલી હતી. રાક્ષસની પુત્રી અને રાક્ષસને પરણેલી તે પણ એવી સુબુદ્ધિમતિ ને ધર્મિષ્ઠ હતી કે તેને રાવણ જેવા પતિના ઉપર અતિ દઢ પ્રેમ રાખી તેનેજ નિરંતર ભજ્યો છે; એટલું જ નહિ પણ એજ રાવણે જ્યારે સીતાને હરી આણી દુખી કરવા માંડી ત્યારે અતિ પ્રેમભાવે એવું ન કરવાની તેને, એણે ઉત્તમ નીતિપૂર્વક શિક્ષા આપી છે.

આટલીજ સતીઓ છે એમ નથી. સાવિત્રી, દમયંતી, ભોગવતી, શકુન્તલા, તથા હવેથી તમને કહેવામાં આવશે તે અર્વાચીન સમયની અનેક રજપૂતાણીઓ, અને પ્રાચીન સમયની અનસૂયા, નર્મદા, ગાર્ગી, ઇત્યાદિ