આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૮
બાલવિલાસ.

સર્વ સતીઓ હતી, એ બધાનાં ચરિત વાંચી તમારે તેમના પ્રત્યેકમાં જે જે ઉત્તમ ગુણ હોય તેની માળા ગુંથવી, ને તે નિરતર ગળામાં તેમ હૃદયમાં ધારણ કરવી, કે જેથી તમે પણ પૂજ્ય સતીના નામને પાત્ર થાઓ.


સન્નારી-સંયોગતા
૨૯

આર્યાવર્ત ઉપર પરાક્રમી રજપૂતોનું રાજ્ય ચાલતું હતું, ત્યારે સર્વત્ર સ્મૃદ્ધિ અને સુખ પ્રસરી રહ્યા હતાં. દિલ્હી ઉપર જ્યારે અજમેરનો ચોહાણ પૃથુરાજ રાજ્ય કરતો હતો ત્યારે તેની તુલ્ય કોઈ રાજા હતો નહિ, પણ એના સમયમાં પશ્ચિમ દિશાથી મુસલમાનોએ શાહબુદ્દીન ગોરીના હાથ નીચે રહી ભરતખંડ ઉપર હુમલા કરવા માંડ્યા હતા એ તમને જાણીતી વાત છે. પૃથુરાજ મહાપરાક્રમી, સત્યનિષ્ઠ, વચન પાળનારો, અને ઉદાર હતો; તેણે ગોરી બાદશાહને સાત વાર કેદ પકડીને છોડી મૂકેલો એમ તેનો બારોટ ચંદ બરદાઈ લખે છે. એ પરાક્રમી પુરપ સંયોગતાને પરણી તેનામાં એવો લીન થઇ ગયો કે તેણે એ શાહબુદ્દીનને હાથે પરાજય વેઠી આ આયર્વત ઉપર પરદેશી મુસલમાનોના રાજ્યનું મૂલ ઘાલવા દીધું. સંયોગતા અને પૃથુરાજનો વૃતાન્ત તમારે જાણવા જેવો છે, કેમકે એ ઉપરથી ખરા પ્રેમથી પતિને બાંધી રાખવામાં પણ કેટલી સીમા છે તે તમારા સમજવામાં આવે.

સિંહલદ્વીપના રાજાની કન્યા જુન્હાઈનાં લગ્ન કનોજના રાઠોડ રાજા જયચંદ સાથે થયાં હતાં, તેમને સંયોગતા એ નામની એક પુત્રી હતી; જે અતિ રૂપવતી તેમ ગુણવતી પણ હતી. જયચંદનું રાજ્ય અને તેનું પરાક્રમ બહુ મહોટા હતાં એમ કહેવાય છે. તેની પાસે લાખ કરતાં વધારે સેના હતી, ને તેનું નગર વીશ કોશ સુધી વસેલું છે. એ રાજાએ પોતાના બલના ગર્વમાં રાજસૂય યજ્ઞ કરવાનો આદર કર્યો, ને ભેગો પોતાની પુત્રી માટે સ્વયંવર કરવાનો પણ વિચાર રાખ્યો. એ યજ્ઞમાં એવો સંપ્રદાય છે કે ઘરના વાસીદા સુધીનું કામ પણ રાજાઓને હાથેજ કરવાનું હોય છે, ને એમ જ્યારે સર્વ રાજા વશ થાય ત્યારેજ એ યજ્ઞ કરાય છે, જયચંદના બોલાવ્યાથી સર્વ રાજા આવ્યા, પણ દીલ્હીપતિ તેને પત કરતો ન હતો, તે આવ્યો નહિ. જયચંદને બહુ ક્રોધ ચઢયો તેથી તેને તેડવા દૂત મોકલ્યો, તોપણ તે આવ્યો નહિ, ત્યારે તેની સોનાની પ્રતિમા કરાવી