આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૦
બાલવિલાસ.

પોતાનો યથાર્થ રાજવેષ ધારણ કરી પૃથુરાજ છાવણી બહાર કેટલા શત્રુ છે તે જોવા માટે નીકળી ગયો.

પણે યુદ્ધ આરંભાયું, પણ તે યુદ્ધ જોવા સંયોગતા બારીએ ચઢી ઉભી હતી તેની દ્રષ્ટિએ પૃથુરાજ પડ્યો. તેણે તેને ઓળખ્યો, અને ઉપર બોલાવી લઈ તેની સાથે ગાંધર્વ વિવાહથી લગ્ન કર્યું. પૃથુરાજે તેને એમ કહ્યું કે રાતે તને લઇને અમે જતા રહીશું; પછી પોતાનાં માણસો લઢતાં હતાં તેમાં જઈ મળ્યો. લડાઈમાં કોઇ પાછું હઠયું નહિ, ને સાંજ પડતાં યુદ્ધ બંધ પડ્યું. પછી મધ્ય રાત્રીએ પૃથુરાજે બધી યોજના કરી સંયોગતાને પોતાન ઘોડા ઉપર બેસાડી સેના સહિત નાસવા માંડયું: આ વાત જયચંદે તુરતજ જાણી તેથી તેની સેના પણ પાછળ પડી. માર્ગમાં બન્ને સેના પાસે પાસે થઈ જાય, પણ પૃથુરાજના શૂરા સામંતો થોડાંક માણસો લેઈ સામા થાય ને માર્ગ રોકે, ને જો કે પોતે તથા માણસો બધાંના પ્રાણ જાય, તોપણ પૃથુરાજ અને સંયોગતાને જે એટલો સમય મળે તેથી તે આગળ નાસી શકે. આમ કરતાં તે દીલ્હી પહેચ્યો, ને જયચંદની સેના નિરાશ થઈ પાછી વળી, પણ પૃથુરાજના સર્વ મહારથી આ કંકાસમાં ખપી ગયાં.

નગરમાં સંયોગતાના લગ્નના ઉતસવ થવા માંડયા, ને પૃથુરાજ ધીમે ધીમે સંયોગતાના અતુલ પ્રેમમાં લીન થઈ ગયો. રાજકાજ કશામાં લક્ષ ન આપતાં રાત ને દિવસ સંયોગતાની પાસે જ પડી રહેવા લાગ્યો. સંયોગતાએ પણ એવો યાગ કર્યો કે રાજાને કાને કશી બહારની વાત પહોચેજ નહિ! હાહુલીરાય નામે એક સામંતે, પ્રજાનો પોકાર સાંભળી, રાજાને ચંદ પાસે લખી મોકલાવ્યું કે, “ તું ગોરીમાં ગરક થયો છે, પણ તારા ઉપર ગોરી તાકી રહ્યો છે." પણ એ સંદેશો સંયોગતાએ રાજાને પહોચવા દીધો નહિ, ને ઉલટું હાહુલીરાયનું અપમાન કરાવ્યું. હાહુલીરાયને બહુ ક્રોધ ચઢયો તેથી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે સાયોગતાથી પૃથુરાજને જુદો પાડવોજ, ને તેટલા માટે તે ગોરીને મળવા નીકળ્યો. અહો! આ રજપૂત કન્યા શું કરે છે ! એના કરતાં એના પછીથી થયેલા રજપૂતોની સતીઓની રીતભાત કેવી પવિત્ર ધાર્મિક અને ઉત્તમ છે ! રાણા રાજસિંહ જે સમય એક રજપૂતકન્યાને ઔરંગજેબને પરણતી અટકાવવા ચઢતા હતા તે સમયે તેમને એક સામંતને ઘેર નવીજ વહુ આવેલી હતી તેથી તે સામંત યુદ્ધમાં જતાં જરા સંકોચાતો હતા, ને પોતાની પત્નીને વારંવાર