આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૧
સન્નારી પદ્મિની.

એમ કહેતો હતો કે “જો જો , તમે તમારો ધર્મ સાચવજો.” તેણે છેલીવાર આવું કરાવ્યું ત્યારે પેલી સતીને એમ લાગ્યું કે મારો પતિ મારામાં જીવ રાખી પોતાને કાંઈક એબ લગાડશે, માટે તેણે પોતાનુંજ માથું પોતાને હાથે કાપી પતિને ભેટ મોકલાવ્યું કે “મેં મારો ધર્મ પ્રથમથી જ પાળ્યો.” પતિ પણ એજ માથું પોતાને ગળે બાંધી યુદ્ધે ચઢ્યો, ને વિજય વિજય કરી રાજસિંહ સાથે પાછો વળ્યો. આવાં અનેક દષ્ટ - રજપૂતોના ઈતિહાસમાંથી મળે છે, પણ સંયોગતાએ આ અવસરે પ્રેમનો અને ધર્મનો અર્થ યથાર્થ ન સમજવાથી બહુ અનર્થ કયો, ને આખા ભરતખંડને ધૂળધાણી કરી નાખ્યો. હાહુલીરાયનો તેડયો શાહબુદ્દીન દીલ્હી ઉપર આવવા નીસર્યો.

દીલ્હીમાં ખબર થતાં બહુ ખળભળાટ થઈ ગયો. પણ પૃથુરાજને કોણ કહે ! પૃથુરાજના બનેવી સમરસિંહને આ બધી વાતની જાણ થતાં તે અણતેડયો ચીતોડથી સેના લઈ આવ્યો. તેણે આઠ દિવસ સુધી પૃથુરાજને જાણ કરવા પ્રયત્ન કર્યો પણ કાંઇ ફાવ્યું નહિ, છેવટ તેણે યુક્તિથી વાત પહોંચાડી. જાણ થતાં જ પૃથુરાજ સિંહ ગાજી ઉઠયો, સંયોગતાના પ્રેમના પાંજરામાંથી છુટયો. ચતુર સંયોગતા પણ અવસર સમજી ગઈને તેણે પણ આ સમયે પોતાની ભૂલનો સ્વીકાર કરી, પતિને શૂર ચઢાવવા તથા શત્રુની સામા થવા ખરી રજપૂતાણની ઠેજ બોધ આપ્યો. પૃથુરાજ સમરસિંહને મળી સેના લઈ ચઢયો, પણ ગોરી આવી પહોંચ્યો હતો, ને બહુ જમાવ કરી રહ્યો હતો, તેથી પૃથુરાજનું અતિ ઉગ્ર પરાક્રમ કામ આવ્યું નહિ. પૃથુરાજ પકડાયો અને દીલ્હી ગોરીને હાથ ગઈ, તથા તે દિવસથી આખું આર્યસ્થાન રાંડયું. સંયોગતા સતી થઈ, પણ એ બીચારીએ પ્રેમભાવથી પતિ સાથે આનંદ માણતાં એમ ઓછું જ જાણ્યું હતું કે આવું પરિણામ આવશે. પ્રેમ છે તે એકતામાં રહેલો છે, પણ તે એકતા એવી હોવી જોઈએ કે પત્નીનાં તેમ પતિનાં પણ સુખ સન્માન સર્વ યથાર્થ સાચવવામાં પત્ની નિરંતર સહાયભૂત અને કાળજીવાળી રહે.


સન્નારી પદ્મિની.
૩૦

ઈસવીસન ૧૨૭૫ માં ચીતોડની ગાદીએ રાણો લાખમસી આવ્યો.