આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૨
બાલવિલાસ.

રાણાની ઉમર નાની હોવાથી તેને કાકો ભીમસિંહ રાજ્યનો કારભાર ચલવાતો. એ ભીમસિંહ સિંહલના ચોહાણની કુંવરીને પરણ્યો હતો. તે અનેક ગુણ વિદ્યા સંપન્ન હોવા ઉપરાંત એવી રૂપાળી હતી કે આખા હિંદુસ્તાનમાં તેનો જોટો મળે નહિ, એવા રૂપ ઉપરથી ને ગુણ ઉપરથી એને પદ્મિની એવા નામથીજ સર્વ ઓળખતા. એ વખતે દીલ્હીની ગાદી ઉપર અલાઉદ્દીન ખૂની રાજ્ય કરતો હતો, તે ઘણો વિષયલંપટ હતો, તેના સાંભળવામાં પદ્મિનીની વાત આવી. તેથી તેણે મેવાડ ઉપર સ્વારી કરી, અને ચીતોડને ઘેરો ઘાલ્યો, પણ કાંઈ વળ્યું નહિ. છેવટે પદ્મિનીનું મોં એક આરસીમાં બતાવે તો તે જોવાની શરતે તેણે ઘેરો ઉઠાવ્યો, અને પદ્મિનીએ શરીર છુપાવી માત્ર મોંજ આરસીમાં બતાવ્યું, તે જોઈને અલ્લાઉદીન ચાલ્યો ગયો. મોંઢે સંતોષ બતાવતાં છતાં, પદ્મિનીનું મોં જોયા પછી તો એને વધારે ઇચ્છા થઈ, ને પદ્મિની લેવાનો વધારે પ્રયત્ન તેણે આદર્યો. તેથી વાતચીત કરતાં ભીમસિંહને પોતાની છાવણીમાં લેઈ ગયો, ને ત્યાં તેને કેદ કરી, એમ કહેવરાવ્યું કે પદ્મિની આપ્યા વિના તમને છોડવાના નથી.

ચિતોડમાં આ સમાચાર પહોંચતાં સર્વને ખેદ બહુ થયો પણ રજપૂતાણી સતી એમ પારકા હાથમાં પડે તે પહેલાં આખો દેશ નિર્મુલ થાય તો પણ શું ? પદ્મિનીએ પોતેજ પોતાના કાકા ગોરાહને અને ગેારાહના એક ભત્રીજા બાદુલને બોલાવી વિચાર કરી અલ્લાઉદ્દીનને કહેવરાવ્યું કે પદ્મિની તમને આપીશું પણ અમારા રાજપૂતોની રીત પ્રમાણે તેની સાથે ઘણાંક દાસ દાસીઓ આવશે, તેમનું, તેમ પદ્મિનીનું મોં તમારા વિના કેઈથી જોવાશે નહિ. આ શરત અલ્લાઉદ્દીને કબુલ કરી એટલે સાતસો મીઆના તૈયાર થયા, તેમાં અકેકો હથીયારબંધ રજપૂત યોદ્ધો બેશી ગયો, ને તેને ઉચકનારા પણ ચચ્ચાર યોદ્ધા ભોઈનો વેષ ધારણ કરી સજ્જ થયા. મીયાના અલ્લાઉદ્દાનની છાવણીમાં પહોંચ્યા, ત્યાં પદ્મિનીનો મીઆનો એકાન્તમાં રાખવામાં આવ્યો, અને પદ્મિની મુસલમાન થાય તે પહેલાં ભીમસિંહને તેને મળી લેવાની રજા આપી, ભીમસિંહ મીઆનો ઉઘાડી અંદરના યોદ્ધાને બહાર કાઢી માંહે પોતે પ ચઢી બેઠો, ને મીઆનો કેટલાંક માણસ સહિત છુપાછુપ ચીતોડ ભણી ઉપડી ગયો. વાર બહુ થયાથી અલ્લાઉદ્દીન ગભરાયો તેથી પદ્મિની અને ભીમસિંહ જ્યાં મળતાં હતાં તે તંબુમાં આવ્યો પણ ત્યાં તો કોઈને દીઠું નહિ, ને ઉલટા ત્રણહજાર કરતાં