આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭
પત્નીધર્મ ભાગ-૬.

કે રીસાવા ખીજાવાની યુક્તિઓ કરતાં પતિને કે સર્વને વશ કરવાનો એકજ ઉપાય છે ને તે એ કે તેની અનન્યભક્તિ મન, કર્મ, વાણીથી આદરવી. એ ઉપાય કદાપિ નિષ્ફલ થયો નથી, ને નિષ્ફલ થનાર નથી, ગમે તેવા ક્રૂર આચાર વિચારવાળાં માણસ પણ, તેમની ઉપર જે કોઈ બહુ ભક્તિ રાખે તેમને સહજમાં વશ થાય છે, તો સાધારણ જનસ્વભાવમાં કોઈ સ્ત્રી એક નિષ્ઠાવાળી ભકિતથી પતિને વશ ન કરી શકે એમ થવું અશકય છે. તેમાં પણ સ્ત્રીઓનામાં તો વિશેષ રીતે સામાને પલાળવાનો, ને વશ કરવાનો ગુણ હોય છે, તે પોતાના એ ગુણનો યથાર્થ ઉપયોગ કરવાનો દૂર મૂકી આડા માર્ગ લેવાથી અવ્યભિચાર કદાપી પણ સિદ્ધ થતો નથી, ઉલટાં હાનિ અને દુઃખ પેદા થાય છે.

સ્ત્રીઓ ઘરની રાજા છે, પણ રાજાની આણ પ્રીતિપૂર્વક અને નમ્ર ભાવવાળી હોય તો સર્વત્ર બહુ વહાલી લાગે છે. સ્ત્રીઓ રાજા છતાં પાછી પતિની તો સેવક છે, એટલે તેમણે પોતાનું રાજ્ય બહુ પ્રેમભાવ અને ભક્તિભાવથીજ ચલાવવું, ને એ સાધનથી પતિને વશ કરવો એમ સમજી રાખવું. એ વિનાના બધા માર્ગ કેવલ દુઃખ કરનારા છે.

સંસારમાં સંપૂર્ણ કોઈ નથી, સર્વમાં દોષ હોય છે, તેમ કેટલાક ઉત્તમ ગુણ પણ હોય છે. પણ નિત્યે સારા ગુણો ઉપરજ લક્ષ રાખવું, ને એકભાવ વધારવો. તેમ આપણો કોઈ દોષ પતિ કહે તો તેથી રોષ ન ધરતાં વિચાર કરી જો દોષ હોય તો તે સુધારવો. દોષ હોય તો પણ પતિને ટાઢો પાડી પછીથી તેને યથાર્થ વાત સમજાવવી, પણ કોઈ સમય સામાનો મિજાજ બગડ્યો હોય તે વેળે આપણો પણ મીજાજ બગાડી લડાઈ વધારવી નહિ. એમ સર્વ વાતમાં જેમ બને તેમ સમાધાનો સચવાય તેવો માર્ગ લેવો, અને પતિનો અને આપણો જે તે રીતે એક ભાવ થાય એમ મનકર્મ વાણીથી વર્તવું. એકભાવથી અનંદ પામતાં દંપતીનું ઘર એમ સ્વર્ગ તુલ્ય થાય છે.

પરપુરૂષ કે પરાયાં મનુષ્ય સાથે સંબંધ રાખવાની વાત પણ આ સ્થલે કહેવા જેવી છે, સ્ત્રીઓએ પોતાના પતિ વિના બીજા કોઈની મૈત્રી કરવી, કે તેની ગેરહાજરીમાં પરપુરૂષો સાથે પ્રસંગ પાડવો, એ વાત સારી નથી. સંસારમાં બધી વાત વિશ્વાસને આધારે ચાલે છે, જો સ્ત્રીપુરુષને પરસ્પરના એકભાવનો વિશ્વાસ હોય તો તે અન્યોન્યના ગમે તેવા સમાગમોથી અવિશ્વાસ લાવતાં નથી. કામપ્રસંગે પરપુરૂષો સાથે વાતચીત કરવી ધટે તેમાં, કે તેવા ઉત્તમપુરૂષોના સંબંધમાં, કાંઈ પાપ નથી, પણ તેમ