આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
બાલવિલાસ.

થવાથી જ્યાં કોઈ પણ રીતે પોતાના પતિના મનમાં અવિશ્વાસ પેદા થાય એવું હોય ત્યાં તો એવી વાત વિશેષ તજવી. એકાન્ત પોતાના પતિ વિના કોઇની સાથે બહુ પરિચય પાડવો સારો નથી; ઉત્તમ સતી સ્ત્રીને તો પોતાનો પતિ નિરંતર પોતાની પાસે છે, એટલે એકાન્ત છે જ નહિ, તેને કોઇના સમાગમની અપેક્ષા જ નથી. આમ છે ખરું તે પણ પતિની સાથે રહી સંસારનાં કાર્યો કરવામાં પુરૂષ કે સ્ત્રીઓના સમાગમમાં ફરવું પડે ત્યાં કોઈ રીતે કોઈનો અનાદર થાય એવી વર્તણુક કદાપી રાખવી નહિ. સંબંધથી, વ્યવહારથી, સ્નેહથી, કામથી, કશાથી પણ પોતાના અને પોતાના પતિના એકભાવમાં જરા પણ વિક્ષેપ પડે એવું ન કરવું એજ આ બધું લખવાનો સાર છે. એમાં જ ઉત્તમ સુખ છે, ને ઉત્તમ સતીપણું છે.


ઉદારતા

પારકાને દુઃખે દુઃખી થવું ને પારકાને સુખે સુખી થવું એ ખરી ઉદારતાનું બીજ છે; ને જે દષ્ટાન્તરૂપ ઉદાર સ્ત્રીપુરુષ થઈ ગયાં છે. તેમણે તો પારકાનું સુખ વધારવા માટે જાતે દુ:ખ પણ વેઠયું છે. પોતાની પાસે જે હોય તે બીજાને ભોગવાવવું એ ઉદાર માણસોની વૃત્તિ છે. ઉદારતાથી ઉલટો ગુણ કંજુસાઈ છે ઉદારતાને મર્યાદા ઉપરાંત લેઈ જવાથી ઉડાઉપણું પેદા થાય છે. પોતાની જેટલી શક્તિ હોય, પોતાની જેટલી આવક હોય, તેમાંથી અમુક ભાગ પરમાર્થે વાપરવા નિયમવો એ ઉદારબુદ્ધિનું લક્ષણ છે. કેમકે આપણા શ્રમથી બીજાને કશો લાભ ન થાય એમ થતું, એવું કરવાથી અટકે છે. મેળવેલી સમૃદ્ધિનો ખરો ઉપયોગ, ને તેની ખરી કીંમત, એટલામાંજ છે કે તેનો સદુપયોગ થાય. કહ્યું છે કે “ પ્રાપ્ત કરેલા વિત્તનો ત્યાગ કરવો એજ તેનું રક્ષણ છે, ” માણસોના અન્યોન્યના આશ્રયની, અને અન્યોન્યની સાહાયની, આ જગતમાં જે આવશ્યકતા છે, તે સારામાં સારી રીતે પુરી પડે, એટલા માટે ઉદારતાનો ગુણ સર્વ કોઈને પોતાનામાં ધારણ કરવાની અપેક્ષા છે. ઉદારતામાં નાતજાત, દેશ પરદેશ, ગુણ અવગુણ, કશું વિચારવાનો અવકાશ નથી, માત્ર દુ:ખ જોવાનું છે, ને તે જ્યાં હોય ત્યાંથી પણ ઉદારતાથી દૂર કરવાનું છે.

પ્રાપ્ત કરેલી સમૃદ્ધિમાંથી આ પ્રમાણે વાપરવું એ ઉદારતા અતિ