આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭
પત્નીધર્મ-ભાગ ૭.

એ વસ્તુ પોતે શું છે તે તો કદાપિ જાણતાં નથી; ઘણું કરીને કદાપિ જાણનારાં નથી, પગલે પગલે આપણે અગમ્યતાથીજ ગુંથાઈ ગએલાં છીએ છતાં એ વાત નક્કી જાણીએ છીએ કે નિયમ વિના કશું બનતું નથી, એટલે કે ચમત્કાર એવી વાતજ સંભવતી નથી, ને કશું પણ અશક્ય નથી. માણસને પોતાને માત્ર સ્થૂલ સૃષ્ટિનું પ્રત્યક્ષ જ્ઞાન છે. જેને રૂપ રંગ હોય છે તેવાજ પદાર્થ માણસો સત્ય માને છે. પણ સ્થૂલ પદાર્થો અને તેમણે પેદા કરેલા વિચાર એજ આખી સૃષ્ટિ નથી. જેવી સ્થૂલ છે તેવી પાછી સૂક્ષમ સૃષ્ટિ છે, જેમાં પદાર્થ વસ્તુ વિચાર સર્વ કલ્પનારૂપીજ છે, વાસનાનું જ બનેલું છે. એ સૃષ્ટિનો અનુભવ આપણને સ્વપનમાં થાય છે, કેમકે ત્યાં સ્થૂલ પદાર્થ ન છતાં પણ જાણે તે હોય એવોજ અનુભવ થાય છે. આ બે સૃષ્ટિઓ એક એકને બહુજ નિકટ રીતે જોડાયેલી છે. એ બે છે તેવી બીજી પણ હશે; ને તે પણ એ બેની સાથે કોઈ વિલક્ષણ પણ સિદ્ધ રીતે જોડાયેલા હશે. તો એ બધી સૃષ્ટિનાં કાર્ય તેમના નિયમ સહિત આપણે કાંઈ જાણતા નથી, એટલે કેાઈ વાત અશક્ય કેમ કહી શકીએ, તેમ કોઈને ચમત્કાર પણ કેમ કહી શકીએ ? જે જે વાતોના કારણ આપી શકાય, તેમ તેને ઉત્પન્ન કરવાના અમુક નિયમો પણ નક્કી ઠરાવી શકાય, તે વાતો આપણા સિદ્ધજ્ઞાનમાં ગણાય છે, ને જેટલાં જેટલાં સિદ્ધ શાસ્ત્રો છે તે તેમનાથીજ ઘડાય છે. જે વાતનો નિયમ સમજાતા નથી, જેમને ઉપજાવવાની ક્રિયા હાથ લાગતી નથી, તે બધી આજ્ઞાની લોક ચમત્કારમાં ગણે છે, નાસ્તિકો અશક્યમાં નાખે છે, ને વિચારવાન અગમ્યમાં મૂકી, કાલાંતરે પણ તેમને સમજવા પ્રયત્ન કરી સિદ્ધિ મેળવે છે. એવું કાંઈ નથી કે જેના નિયમ ન હોય, અને એવું કાંઈ નથી કે જે યથાર્થ નિયમો પાળવાથી માણસો પ્રાપ્ત કે પેદા ન કરી શકે, તે આંધળી શ્રદ્ધાથી ભોળાં બનવું, કે કેવલ અશ્રદ્ધાથી નાસ્તિક થવું, એના કરતાં મધ્યસ્થ રહી વિચાર કરી સર્વ વાતનો સાર લેવો એજ ખરે માર્ગ.


પત્નીધર્મ ભાગ-૭

સંસારમાં અવતરીને મનુષ્ય જે તે પ્રકારે, બીજાને દષ્ટાંતરૂપ થઇ પડે એવી ઉત્તમતા સંપાદન કરવી; અને જેમ બને તેમ પોતાની જાતથી બીજને ઘણામાં ઘણા ઉપયોગી થઈ શકવું, માણસની મહોટામાં મહોટી