આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૯
આચાર

આ પ્રમાણે પરણેલી સ્ત્રીઓની શકિત અસાધારણ તેમ અતુલ છે. જેમ સારી છે તેમજ નઠારી છે ને આવી અતિ ઉત્તમ શક્તિની તે અધિષ્ઠાતા છે માટે જ તેને આર્ય ધર્મવાળા દેવતા જેટલી પૂજ્ય ગણે છે. જે પત્ની આવું પોતાનું રૂપ સમજતી નથી, કે સમજીને તે પ્રમાણે આચાર રાખતી નથી, તેણે પોતાનો અવતાર એળે ગુમાવ્યો છે, તે પોતાના સંબંધીને મહા નરકના ખાડામાં ઉતાર્યા છે.

આ પુસ્તકમાં તથા આગળનાં બે પુસ્તકમાં ધર્મ વિષે, સદવૃત્તિ વિષે, અને પત્નીધર્મ તથા સ્ત્રીત્વ વિષે જે જે પાઠ તમે વાંચ્યા છે, તેમાં જે જે ઉત્તમ પ્રકારની રીતભાત અને આચાર વિચાર બોધ્યાં છે, તે બધાં તમે ગ્રહણ કરો, અને તમારા હૃદયમાં નિરંતર ધારણ કરી, તેમ તમે વર્તો. વાતો કરવામાં ઘણાં સ્ત્રી પુરૂષ કુશલ હેાય છે, પણ તે વાત પ્રમાણે આચાર રાખવામાં કુશલ હોતાં નથી. તેમને કશે લાભ થતો નથી, ને ઉલટાં તે ઢોંગી ગણાઈ કોઈના વિશ્વાસને પાત્ર થતાં નથી. જે વાંચવું તેને ખુબ વિચાર કરી મનમાં ઠસાવવું, જે મનમાં ઠસાવવું તેને ચાવી ચાવીને મન સાથે એકાકાર કરી નાખવું, ને જે એકાકાર કરવું તેને મનની સાથે એવું મેળવવું કે જેથી તે વિના બીજો વિચાર મનમાં અવકાશજ પામે નહિ. આનુંજ નામ ખરો અભ્યાસ કહેવાય. અનેક કુથલીઓ કરવા કરતાં કે નકામી જીદ કરીને સંબંધીઓને સંતાપવા કરતાં પોતાના ઘર કામમાં લક્ષ આપો, નવરાશના સમયમાં નકામા તડાકા મારવા કરતાં સારો અભ્યાસ વધારો, અને એમ સર્વ પ્રકારે સર્વ સંબંધીને તમારા રૂપ કરી લઈ, સર્વને વશ કરો; આમ આમ કરવાથી તમે ઉત્તમ પત્ની રૂપે પૂજાશો, અને સંસારમાં સર્વ તમારૂ દષ્ટાત પૂજય ગણશે, તમારો સંસાર સ્વર્ગ રૂપ નીવડશે, ને જીવતાં તેમ મુવા પછી પણ અનન્ત સુખ ભોગવવા તમે સમર્થ થશો.


આચાર ભાગ-૧

શરીર અને મનની અનેક પ્રકારની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કર્યા છતાં ઘણાંક માણસ બહારની રીતભાતે એવા જાડાં અને જંગલી જેવાં હોય છે કે તેમના ઉત્તમ ગુણો લોઢાની પેટીમાં પૂરેલા સુવર્ણની પેઠે કવચિતજ જણાઈ શકે છે. બહારની રીતભાતથી પોતાની અંદરની ઉત્તમતા સહજે જણાઈ આવે એમ વર્તણુંક રાખવાની જનમંડલમાં ફરનારને બહુ આવશ્યકતા