આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૦
બાલવિલાસ

છે. સારી રીતભાત, ઉત્તમ કેળવણી, ઉત્તમ કુલ, કે ઉત્તમ કુશલતાની નીશાની છે; ને જો કે કેટલીકવાર દુષ્ટ માણસો પણ બહારના ડોળ ડમાકથી બીજાને છેતરી શકે છે તો પણ તેમનો ઢોંગ લાંબો ટકતો નથી. જે ખરેખરાં ઉત્કૃષ્ટ સન્મનુષ્ય છે તેમની રીતિ કૃતિ સ્વાભાવિક રીતેજ સરલ હોય છે. ઘણાંક એવાં હોય છે કે એક ઉપકાર કરે તો પણ એવી રીતે કરે છે તે ઉપકારના પામનારને માઠું લાગે, તેમ બીજાં એવાં પણ હોય છે કે જે માગેલા ઉપકારની ના પાડે તો પણ સામાને પ્રસન્ન કરીને કાઢે. આ બંને માણસ બહુ સારાં હોય, પણ તેમનામાં જે અંતર પડયો તે માત્ર તેમની રીતભાતની કેળવણીને લીધે જ છે. જેનામાં ઉત્તમ પ્રકારની સદવૃત્તિ રાત દિવસ રમી રહી છે તેનામાં ઉત્તમ પ્રકારની રીતભાત પણ સહજેજ આવી રહેલી છે.

બહારની રીતભાત સારી રાખવી અનો અર્થ એ નથી કે અંદર તેવો વિચાર ન હોય તોપણ બહારથી ગમે તેવું ડોળ કરી બતાવવું. રીતભાતમાં પણ એવો નિયમ છે કે જે રીતભાતની અંતરની સદવૃત્તિ સિદ્ધ થઈ શકતી હોય તેજ ઉત્તમ ગણાય છે, રીતભાતનો મુખ્ય નિયમ એજ છે કે અંતરની સદવૃત્તિને બહારના આચારમાં જણાવવી. એવી રીતે જણવવામાં જરા પણ કૃત્રિમતા આવી જવી જોઈએ નહિ. જે થાય તે બધું સહજ રીતે જવું જોઇએ, ને તે કરવામાં આપણને જરા પણ છુંપો સરખો એ પ્રયાસ પડતો હોય એમ જણાવું જોઈએ નહિં, આટલી વાત લક્ષમાં રાખવાથી ઘણીક ઉત્તમ રીતભાત શીખી શકાશે.

આચારમાં શરીર, મન અને વાણી ત્રણેને સંભાળવાનાં છે, ને સર્વથી પહેલી વાત તો એજ છે કે એ ત્રણે એક સરખી રીતે સાથેજ ચાલવાં જોઈએ. શરીરનો એક પણ લહેકો, કે તેના ઉપરનાં ઘરેણાં કે પોશાખ તેમાંની એક પણ વસ્તુ એવી નથી કે જે તે શરીરના મનની અવસ્થા વિષે પણ કાંઈ સૂચના કરી શકે નહિ. શુદ્ધ વૃત્તિવાળાં માણસે શરીરને બહુ સ્વચ્છ રાખવું, તથા કોઈ સ્થલે બેઠાં કે ઉભાં હોઈએ ત્યાં શરીરના અવયવોને સહજ રીતે સુખ પડે તેવી સ્થિતિમાં રાખી, હાથથી કે પગથી કશા આળસવાળા ચાળા કર્યા કરવા નહિ. શરીર ઉપર ઘરેણાં લુગડાં આછાં પાતળાં મળે તેવાં પહેરવાં પણ તેમને અત્યંત સ્વચ્છ રાખવાં, તથા એવાં ઠાઉકી રીતે ગોઠવીને કાળજીથી પહેરવાં કે તેમાં પહેરનારની ચતુરાઈ અને કાળજી રાખવાની ટેવ સહજે જણાઈ આવે. ઘરેણાં