આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૧
આચાર

લુગડાંને પહેર્યા પછી, તેમને કોઈ જુએ તો ઠીક, એવી ઈચ્છા હોય તેમ બહાર પડતાં રાખવાં નહિ, કે લુગડાં પણ અંદરનું સૌંદર્ય બહાર જણાય તેવાં ઝીણાં વાપરવાં નહિ, અને પોતાનાં લુગડાં ઘરેણાં ઉપર પહેરનારે જો જો કરવું નહિ. લુગડાંના રંગમાં ને ઘાટમાં તથા ઘરેણાંના ઘાટમાં પણ ઉંચા વર્ગના લોક જેવું પહેરતા હોય તેને અનુસરવું, અને છત પ્રમાણે આછું પાતળું વાપરવું.

શરીર પછી મનની સંભાળ રાખવાની છે. કોઈ ઠેકાણે વાતચીતમાં અથવા વ્યવહારમાં, વિના કારણ, આપણું મન સામા સાથે અપ્રસન્ન છે એમ જણાવવાની ટેવ સારી નથી. આપણને પોતાને દુ:ખ હોય તો તે બીજાનો ઉપર નાખવાનો આપણને હક નથી, ને તે સમયે મંડલીમાં ન ભળવું એજ વધારે સારું છે. પણ ભળવું પડે તો તે મંડલીના ચાલતા આનંદમાં આપણી અપ્રસન્નતાથી વવિઘ્ન કરવું એ નઠારા સ્વભાવનું લક્ષણ છે. સારી સોબતમાંજ બેસવું, અને તેમાં જે પ્રસંગ ચાલતો હોય તેમાં ભળી જવું. સારાં પણ કવચિત ભુલ નથી કરતાં એમ નથી, પણ તેવે પ્રસંગે પણ ભુલ સુધારતી વાર બહુ પ્રીતિથી ને નરમાશથી વાત કરવી તથા સામા માણસનું માન ભંગ થાય તેવો કશો ઘાટ કરવો નહિ. વાત કહી જાણવી કે વાત સાંભળી જાણવી એ ઉત્તમ ગુણ વિના બનતું નથી. સામું માણસ વાત કરવા માંડે કે તેને સાંભળવું નહિ અને વચમાં પોતાની મહોટાઈની વાતો ગોઠવવી, કે આડૉ લવારો કરવો, એ ઘણું હલકાઈનું કામ છે; તેમ, વાત કહેવામાં પણ પોતે જ બધી વાત કહે કહે કરવી ને બીજાને બોલવાનો અવકાશ ન આપવો એ પણ તેટલી જ નઠારી ટેવ છે. વાત કહેવી અને સાંભળવી તેમાં મંડલના સર્વે ભાગ લે તેમ કરવું, અને આપણે જ બધામાં હોંશીઆર છીએ એમ જાણી ગમે તેવો લવારો કરી, બીજાને બોલવાં ન દેવાં એમ કદી કરવું નહિ. વાત કરવામાં પણ જે વિષયનું આપણને જ્ઞાન ન હોય તે વિષય ડાળવા બેસવું નહિ, ને જે વાતની ખબર ન હોય તે વાત સ્પષ્ટ કહી દેવી કે મને ખબર નથી. વળી વાત કરવામાં એક મુખ્ય વાત એ સ્મરી રાખવાની છે કે ટોળ અથવા ગમત કરી મઝા કરવી કરાવવી એ તે ઠીક જ છે, પણ તેથી આખા મંડલમાંના કેાઈનું કે ત્યાં ન હોય તેવા પણ કોઈનું મન દુઃખાય તેવું કશું કરવું નહિ. તમારા ઘરની વાતો પણ ચાર માણસમાં કહી બતાવવાની કશી જરૂર નથી, સ્ત્રી પુરૂષ ભેગાં થાય છે કે પોતપોતાના ઘરની