આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨
બાલવિલાસ.

કથા કહેવાનો આરંભ કરે છે. ને તે ખૂટે એટલે પારકી નિંદાનો માર્ગ લે છે, ને ઘણું કરીને લડાઈ કરીને વેરાઈ જાય છે. આ બધી રીત કેવલ નઠારી છે, ને નીચપણું બતાવનારી છે. જે વાતમાં ધરની ગુપ્ત વાત બહાર પડતી ન હોય, ને જે જાણવાથી બીજાને લાભ હોય, તથા જે જણાવવામાં જણાવનારની શોભા હોય, તેવી ઘરની વાત કરવામાં બાધ નથી. પણ તે પણ પ્રસંગ વિનાં લવ્યાં જવાની કશી અપેક્ષા નથી. મંડલમાં બેઠાં હાઈએ ત્યાં જે વાત ચાલતી હોય તેમાંનો કોઈ પણ ઇશારો સ્પષ્ટ રીતે કહેલો ન હોય તો, આપણી જાત ઉપર ખેંચી લઇ મનમાં માઠું લગાડવાની કે લડાઈ કરવાની ટેવ પણ ખોટી છે. એવે પ્રસંગે શાન્તી રાખવામાં જેટલું ભૂષણ છે તેટલું બોલવામાં નથી. તમે બેઠા હો ત્યાં જેને જે યોગ્યા હોય તેવા માનપૂર્વક વાતચીત કરવામાં કદાપિ પછાત પડશો નહિ, તેમ નાને મહોટે સર્વ પ્રસંગે, માર્ગમાં કે ઘરમાં મંડલીમાં કે એકાન્તમાં, તમારી શક્તિ પ્રમાણે અને રીતિ પ્રમાણે, પારકાને ઉપયોગી થવામાં સર્વદા આગળ રહેજો.આમ સર્વ પ્રકારે તમારા વિચાર એવા રાખજો, ને એવી રીતે જણાવજો, કે જેથી તમે ખરેખરાં સદવૃત્તિવાળાં છો એમ સમજાય. સર્વ પ્રકારે નમ્રતા રાખવી બહુ સારી છે. પણ જ્યાં આગળ તમે કશા હિસાબમાં નથી એમજ મનાતું હોય ત્યાંથી સર્વદા દૂર રહેવામાંજ શોભા છે.

શરીર અને મનની રીતભાત ઉપરાંત વાણીની રીતભાત ઉપર ઘણામાં ઘણું લક્ષ આપવાનું છે. શરીરની કઢંગી રીતિથી, કે મનના સાંકડાપણાથી, એટલી બધી હાનિ થતી નથી કે જેટલી નઠારી વાણીથી થાય છે. તરવારના ઘા રૂઝાય છે, પણ વાણીના ઘા રૂઝાતા નથી, ને તેથી જીવતા સુધી સાંભરે છે, ને સાંભરે છે ત્યારે ધા કરનારને કાંઈક કરવાની પ્રેરણા કરે છે. એ પ્રથમ નિયમ રાખવો કે જરૂર જેટલું જ બોલવું, ને પૂછે તેનુંજ ઉત્તર કરવું; અતિશય લવલવ કર્યો કરવી નહિ, જે બોલવું તેમાં પણ જે સાર હોય તે થોડા શબ્દોમાં સમાવી દેવો, ને નિત્યે એમ નક્કી રાખવું કે સાંભળેલી અથવા અનુમાનથી કલ્પેલી વાતને જાણતાં હોઈએ તે કરતાં ઓછી કહેવી, જેનો પ્રત્યક્ષ નિશ્ચય હોય તે તો યથાર્થ જણાવવી. બોલવામાં સંકોચ રાખી રાખીને કદાપિ બોલવું નહિ, કેમકે એમ થવાથી સાંભળનારને શંકા પડી જાય છે, તે તમારી વાત ખરી હોય પણ મનાતી નથી. જેમ ચાલવામાં કે બેસવામાં શરીરને