આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૩
વિચાર

સંકોચ સંકોચ કરવું એ એક કુટેવ છે તેમ બેલવામાં પણ સંકોચ પામી ગાળા ચાળા કરવા એ બહુજ હાનિ કરનારું છે. સ્પષ્ટ રીતે જ બોલવું, ને જે જેવું હોય તેવું જણાવવું. વાણી એવી રાખવી કે જેથી સર્વને પ્રીતિ થાય, એક પણ કડવો શબ્દ તેમાં વાપરવો નહિ, ને કડવામાં કડવી વાત પણ મીઠી રીતે કહેવી. માને બાપની વહુ કહેવામાં કાંઈ અસત્ય નથી, પણ બોલવામાં કેટલો ફેર પડી જાય છે! બોલવામાં જે શબ્દો વાપરવા તેમાં કદાપિ પણ હલકા લોક વાપરે છે તેવા શબ્દો વાપરવા નહિ, કેમકે એથી તમારી સોબત હલકી છે એમ સાબીત થાય છે, ને તેથી તમે સારાં માણસના વિશ્વાસને પાત્ર થતાં નથી. શબ્દો સારા વાપરવા એટલું જ નહિ, પણ બોલતે બોલતે કોઈને ગાળ દઈને વાત કરવાની કે એવી અટક ઘણાંને હોય છે તે કદી વાપરવી નહિં. સાધારણ રીતે સોગન ખાવાનો રીવાજ પણ હલકા લોકમાં ઘણું કરીને દીઠામાં આવે છે, ને સારાં સદવૃત્તિવાળાં કદાપિ પણ સોગન ખાઈને વાત કરતાં નથી; માટે એ ટેવ પણ કેવલ કાઢી નાખવી. શાબ્દો દ્વીઅર્થી કે કોઈ રીતે કરડાકીવાળા પણ વાપરવા નહિ; તેવો પ્રસંગ હોય ને તેમ કરાય તે જુદી વાત છે, પણ સાધારણ વાતચીતમાં તેમ કરવું નહિ, તેમ કોઈની નિંદા કે કેાઈની કાંઇ ખોડનો ઇશારો આવે એવું પણ બોલવું નહિ. બોલવામાં તમે સ્વાભાવિક રીતે જેવું બોલી શકતા હો તે કરતાં વધારે ચીપીને કદાપિ બોલવું નહિ.

આમ સર્વ પ્રકારે શરીર, મન અને વાણી ત્રણેને અતિ ઉત્તમ સદ્વૃત્તિ બતાવનારાં કરવાં, અને સહજ તથા સ્વાભાવિક રીતે અંતરની સદ્વૃત્તિને બહાર પાડવી.


વિચાર

બધી વાત માણસના વિચાર ઉપર આધાર રાખે છે. મનમાં જો અમુક નિશ્ચય હોય તો તેજ પ્રમાણે માણસ વર્તવાનું; પછી તેને પ્રસંગને અનુસરી ગમે તે રીતે બોલવા ચાલવાની અપેક્ષા પડે, તો પણ કામ થવાનું તે તો અંદરના નિશ્ચય પ્રમાણેજ. એમ છે તેમ એવું પણ છે કે વિચાર માત્ર કોઈને કોઈ રૂપે ફળ્યા વિના રહેતા નથી. જેટલા જેટલા વિચાર થાય છે તેટલા બધા આપણા કામ રૂપે કોઈને કોઈ સમય પણ પરિણામ પામ્યા વિના રહેતા નથી. સ્વપ્નનો જે અનુભવ આપણને થાય છે, તેથી

૨૦