આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૫
વિચાર.

જેટલી સોબત રાખવી, જેટલાં પુસ્તક વાંચવા, તે બધાંમાંથી જે વિચારોનો સંગ્રહ કરવો તે ઉત્તમ પ્રકારનો જ જોઈએ. એટલા માટે નઠારી વૃત્તિ પેદા કરે તેવા લોકનો સંબંધ તજવો જોઈએ, તેમ ઉત્તમ વૃત્તિ પ્રેરે નહિ તેવાં પુસ્તક પણ જોવા ન જોઈએ. એકાન્તમાં હોઈએ તો પણ કોઈ અયોગ્ય વિચારમાં મનને રમવા દેવું ન જોઈએ; ને તેમ થતું અટકે માટે કોઈ ઉત્તમ વિચાર નિત્ય રૂપે રાત દિવસ મનમાં રમી રહેવો જોઇએ, વ્યાપી રહેવો જોઈએ. નાનામાં નાના વિચાર પણ આજ કે સો વર્ષે ફલ પેદા કર્યા વિના રહેવાનો નથી એમ જાણી સર્વદા શુભ વિચારમાં જ પ્રવર્તવું અને શુભ વિચારોનોજ સંચય થાય એવી પ્રવૃત્તિ રાખવી.

આપણને જેટલા વિચારો થાય તેટલા પૂરેપૂરા અમલમાં આવી શકતા નથી, કેટલાક તો સમૂલગા અમલમાં આવતા નથી. પરંતુ તેટલા માટે ઉત્તમ વિચારોનો સંગ્રહ કરતાં અટકવાની જરૂર નથી; કેમકે વિચાર છે તે અમર છે એટલે તેનું ફલ જ્યારે ત્યારે પણ થશે; ને આચાર તો મર્ત્ય છે તે આજ થઈને કાલ નાશ પામશે, વળી વિચાર નકકી કરી તેને પ્રત્યક્ષ કરવા માટે મથવું એમાં જે કીર્તિ છે, જે આનંદ છે, ને જે ઉત્તમ પ્રવૃત્તિ છે, તે તેનું ફલ મળે તેમાં નથી. માટે વિચારોને ઉત્તમ માર્ગે ચઢાવી સંગ્રહી રાખવાની સર્વેએ કાળજી રાખવી. પણ તેમાં એવા વિચારોએ ન ચઢી જવું કે જેથી આ દુનીયાંની પ્રત્યક્ષ વાતો છેક જ વિસરી જવાય, અને આ દુનીયા પારની કેવલ વિચારમય નવી દુનિયામાં જ રહેવાની ટેવ પડે. જો કે આવું થાય તે પણ નઠારા વિચારમાં પડાય તે કરતાં સો ગણું સારુ છે, તથાપિ સામાન્ય વ્યવહારમાં પડનારાંને તે બહુ લાભકારક નથી. વિયારની એ જ શક્તિ છે કે તે નવી સૃષ્ટિ કરી શકે છે, ને તે સૃષ્ટિના આનદમાં પોતાના ભક્તને અનંત સુખ ભોગવાવે છે.

વિચાર સંધરવાનું ઉત્તમમાં ઉત્તમ સ્થાન પુસ્તકો છે, ને તેવુંજ બીજી સ્થાન અવલોકન છે. જે જે લખનારા થઈ ગયા છે તેમણે પોતાના વિચાર પોતાની પાછળ મૂકેલા છે, ને એમ દુનીયામાં જ્યારથી લખવાની કલા જણાઇ હશે, ત્યારથી મનુષ્યોના વિચાર સંઘરાતા ચાલ્યા છે. એમ વિચારનો અમર પ્રવાહ વહે છે, તેમાં નહાઈ આપણે પણ તેનું આચમન કરીએ તો આપણો આત્મા પવિત્ર થાય, આપણા વિચાર ઉત્તમતાને પામે. પુસ્તકો કેવાં વાચવાં તે બહુ સંભાળવાનું છે, મનને ઉશ્કેરી નાખે, અથવા અયોગ્ય અસર