આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨
બાલવિલાસ
 


શાસ્ત્રાર્થ ભાગ-૨

૧૦.

તે પણ એક પ્રકારે અર્થવાદ જેવી જ છે. સ્ત્રીઓ અથવા પુરૂષોએ સ્નાન, સંધ્યા, દેવપૂજા, વ્રત, જપ, આદિ કરવા તેમાં જે જે હેતુ રહેલા છે તે હેતુ પ્રમાણે તે બધાં થાય તો લાભ છે, નહિ તે તે કામ એકલું જ કરવામાં લાભ નથી. નહાવા ધેવાને હેતુ શરીરને અત્યંત સ્વચ્છ રાખવાને છે, તે તે યથાર્થ સધાય માટે નહાવામાં પાપ છે ઈત્યાદિ ભયરૂ૫ અર્થવાદ મૂકેલો છે. સંધ્યા સમયે પ્રાણાયામ નામની ક્રિયા થાય છે તેથી શરીર અને મન શુદ્ધ તથા સ્થિર થાય છે, તે જે ન થઈ શકતું હોય તે શાસ્ત્રમાં કહેલા “ત્રણ દિવસ સંધ્યા ન કરે તે શુદ્ર થાય" એ અર્થવાદરુપ ભયને લીધે નાક માત્ર પકડીને કાંઈ ગગણી જવામાં કશો લાભ નથી. સ્ત્રીઓએ કપાલે ચાંદલો કરવો તેથી સૌભાગ્ય વધે એ અર્થવાદ મૂકેલો છે પણ ખરું કારણ એમ છે કે કપાલમાં બે ભ્રમરની વચમાં જ્યાં ચાંદલો થાય છે તે સ્થાને યથાર્થ ધ્યાન ટકાવાય તો પતિને નિરંતર પોતા ઉપર પ્રીતિ પૂર્ણ રાખી શકાવા જેટલું જ નહિ, પણ સર્વને પોતા ઉપર સ્નેહ પેદા કરાવા જેટલું સામર્થ્ય આવે છે; એ યોગશાસ્ત્રનો અનુભવ છે, તે સચવાય. દેવપૂજા વ્રત આદિ કરવા તે પણ અતઃકરણની ભટકતી વૃત્તિ સ્થિર થાય તે માટે છે, ને જે તે હેતુ તે કરવાથી થતા ન હોય તો એ બધાં કામમાં જે પુણ્ય કહ્યું હાય તે અક રૂચિ પેદા કરવા માટેનો અર્થવાદ જ છે. એમજ તીર્થયાત્રાદિનું સમજવાનું છે. શ્રીમદ્દ ભાગવતમાં કહ્યું છે કે “ જલમાત્રથી જ તીર્થ થતુ નથી, માટી પથરાથીજ દેવ થતા નથી, એ બધાં તે સાધુઓના સંસર્ગથી પવિત્ર થાય છે. તીર્થમાં જઈ ચિત્તવૃત્તિ શુદ્ધ રાખી સાધુ સમાગમ કરે એ હેતુ છે, તે સધાવવા માટે અમુકનું અમુક પુણ્ય એ અર્થવાદ છે. એ જ પ્રમાણે બીજી અનેક વાતો વિચારવી.

આતો અર્થવાદનો વિષય થયો. હવે ત્રણ પ્રકારે અર્થ થાય એમ જે કહ્યું તેના થોડાંક ઉદાહરણ જોઈએ. શિવ, વિષ્ણુ એવા જે દેવ છે તેવા દેવ હવા એ વાત બહુ જન માને તેવી નથી, તેમ તેમને રહેવાનાં સ્થાન અને તેમના પરિવારની વ્યવસ્થા પણ તેમના દેવપણાને યથાર્થ ઘટે તેવી નથી. પણ એમાં અક્ષરાર્થ લેવાથી જ એવી ભૂલ થાય છે. શિવ એવું વેદકાલમાં રૂદ્રનું નામ છે, ને રૂદ્ર છે તે અગ્નિનું નામ છે, જે અગ્નિ