આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

{{center|શાસ્ત્રાર્થ-ભાગ ૨}૧૬૩}

આપણે જોઈએ છીએ, જે બધું બાળી નાખી સંહાર કરવાને સમર્થ છે તે શિવનું આધિભૌતિક રૂપ છે; એ અગ્નિ ગુપ્ત રીતે પણ સર્વત્ર વિજળી ઉષ્મા, તેજ આદિ રૂપે વ્યાપી રહીને યોગીઓની સિદ્ધિઓનું કારણ છે, તે શિવનું આધિદૈવિક સ્વરૂપ છે; અને એ અગ્નિ જ્ઞાન રૂપે ઉદય પામી નામ રૂપ ઈત્યાદિનું જે જગત્ તેને મિથ્યા કરાવી મોટું બતાવે છે, તે પોતેજ સર્વત્ર સર્વરૂપ છે એમ અનુભવાવે છે તે શિવનું આધ્યાત્મિક રૂપ છે. એમજ વિષ્ણુનું પણ જાણવાનું છે. વિષ્ણુ એવું વેદમાં સૂર્યનું નામ છે, ને પ્રાચીન અર્વાચીન સર્વ શાસ્ત્રથી સિદ્ધ થયેલું છે કે સૂર્ય એજ આખા ગ્રહમંડલમાં જીવનું કારણ છે. સૂર્ય રૂપે જીવની ઉત્પત્તિ અને જીવના સ્થાનરૂપ જે સ્વર્ગના દેવતા ગણાય છે એ તેમનું આધિભૌતિક રૂપ છે; સર્વત્ર ઉત્પત્તિ કરવાની શક્તિવાળી સૂર્યની પ્રભારૂપે સર્વ પાલનાર એ એમનું આધિદૈવિક સ્વરૂપ છે; અને સર્વમાં વ્યાપી રહેલો સર્વત્ર એકાકાર આત્મા એ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. બ્રહ્મા સાવિત્રી શક્તિ આદિ સર્વને એજ પ્રમાણે સમજી શકાય, તેમના જુદા જુદા પરિવાર પણ એમજ ધટાવી લેવાય, શિવ વિષ્ણુ ને બ્રહ્મા તેમાં વિષ તે સૂર્ય છે, ને સૂર્ય એજ જીવની ઉત્પત્તિનું સ્થાન તથા પુણ્યવાનને જવાનું પણ સ્થાન છે, માટે જે અવતાર થયા છે, તે એકલા વિષ્ણુનાજ હોવા જોઈએ, ને તેમજ છે. અવતારના આવા જ પ્રકારે લેવાના છે. શ્રીકૃષ્ણાવતારને જ વિચારે. ગોકુલમાં વિહાર કરતા બાલક એ તેમનું આધિભૌતિક રૂપ છે; વિષ્ણુરૂપે સર્વત્ર દુષ્ટદમન કરનાર એ તેમનું આધિદૈવિક રૂપ છે; ને ગોકુલ એટલે ઇન્દ્રિયોના સમૂહુરૂપી શરીરમાં નિત્ય જ્ઞાનરૂપ એકરસ આત્મારૂપે સર્વને નિયમનાર એ તેમનું આધ્યાત્મિક રૂપ છે. આવી રીતે અનેક કથા આદિને વિચારાય. પુરાણે આવી કથાઓથી ભરેલાં છે, પણ આમ વિચારતાં તે ઉત્તમમાં ઉત્તમ ધર્મગ્રંથ છે. જે જે પંથ ચાલ્યા છે તે તે પુરાણુની વાતને શક્તિ પ્રમાણે સમજી તેમને પ્રાકૃત ભાષામાં અર્થ સમજાવવામાંથી થયાં છે.

શાસ્ત્રમાં વારંવાર કહે છે કે વિદ્યા અથવા જ્ઞાનથી જ મોક્ષ થાય તેનો અર્થ એ જ કે બધા શાસ્ત્રાદિનો યથાર્થ વિવેક સમજાય, અને એમાંથી એકા- કાર એક આત્માને અનુભવ લેવાય, તે વિદ્યા સત્ય જાણવી, ને તેજ મેક્ષ આપે. શાસ્ત્રના વચન શા હેતુવાળા છે, ને તેમનો અર્થ કયા પ્રકા- રમે છે, એ બે વાત લક્ષમાં રાખીએ તો કોઈ પણ વચન, કઈ પણ વાત, મિથ્યા લાગશે નહિ, અને બુદ્ધિપૂર્વક શ્રદ્ધા પેદા થઈ આનંદ ઉપજાવશે,