આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪
બાલવિલાસ
 


અનેક અર્થ અને અનેક હેતુ રાખી જે શાસ્ત્રરચના થઇ છે, તે કેઇને નકામા ગુંચવાડા જેવી લાગે, પણ એ વાત જાણવા જેવી છે કે જયાં સુધી યથાર્થ સમજવાની શક્તિ આવી નથી ત્યાં સુધી સત્ય વાત સમજાતી નથી, તેથી જેવી જેની સમજ હોય તેવું સમજીને આચરણ કરે તો કલ્યાણ થાય એમ જાણી સર્વને કામે લાગે તેવી યુક્તિ બહુ કુશલતાથી રાખેલી છે.

માતૃધર્મ–ભાગ ૨

૧૧

માતા થવામાં કેટલી જવાબદારી સમાયેલી છે, અને માતા કોણ થઈ શકે, એ વાત માતૃધર્મ વિષેના પ્રથમ પાઠમાં કહેવામાં આવેલી છે. બાલક શું છે, ને તે ક્યારે નીરોગી સ્થિતિમાં, અને ઉત્તમ મનોબલ સહિત જન્મ પામે છે તે પણ સમજાવેલું છે. હવે જે કહેવાનું છે તે એ બાલકનો જન્મ થયા પછીની વાત વિષે છે. બાલક આગળ જતાં કેવું નીવડશે એનો જેટલો આધાર, જેનાથી તે ઉત્પન્ન થયું છે તેમનાં શરીર અને મન ઈત્યાદિ ઉપર રહે છે, તેટલોજ, તેથી પણ વધારે, તેને જે માવજત કેળવણી, અને સહવાસ, થાય તે ઉપર રહે છે. પેલી પોપટનાં બે બચ્ચાંની વાતમાં સારા અને નઠારા સહવાસની જે અસર બતાવી છે તે વાસ્તવિક રીતે બાળકોની કેળવણીના સંબંધમાં જ સમજવાની છે. ઉખાણો પણ એવો ચાલે છે કે “ઘરમાં બેલે ડોકરા તો બારણે બોલે છોકરાં.” બાલકને માત્ર ગ્રહણ શક્તિ જ હોય છે. તે વિના તેને સ્પષ્ટ જ્ઞાન કાંઈ પણ હેતું નથી. તે માત્ર અનુકરણથી ને અવલોકનથી પિતાના જ્ઞાનનો ભંડોળ વધારતું ચાલે છે, પણ તેમાંથી સારૂ નર, વિવેક કરી જુદુ પાડવું એ બુદ્ધિ તેનમાં હેતી નથી. બાલકમાં વિવેકબુદ્ધિ નથી હતી એમાં આશ્ચર્ય નથી કેમકે વિવેકબુદ્ધિ પૂરેપૂરી ખીલવી એ ઘણુ સમયના બહોળા અનુ- ભવનું ફલ છે, જે ઘણાક મરી જતા સુધી પણ પામી શકતાં નથી. ત્યારે તાત્પર્ય એટલું જ છે કે બાલકે તે માત્ર દેખે છે, સાંભળે છે ને અનુકરણ કરે છે, એમ તેમના વિચાર, તેમનું મન, તેમની નીતિ બંધાય છે. તે જાતે સારાસારને વિવેક કરતાં નથી, કરી શકતાં નથી, તે તે વિચાર તેમને માટે તેમનાં માબાપે કરવાનું છે, એટલાજ માટે શાસ્ત્રમાં પણ કહે છે કે પાંચ વર્ષ સુધી બાલક જે કરે તેનું પાપ તેનાં માબાપને માથે છે.