આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૫
માતૃધર્મ,


માબાપનું પહેલું કર્તવ્ય બાલકના શરીરને સંભાળવાનું છે. માબાપમાં પણ પિતા કરતાં માતાની એ સવિશેષ કર્તવ્યતા છે, કેમકે બાલક નિરંતર તેની પાસે રહે છે. બાળકના શરીરની સામાન્ય રીતે સંભાળ કેમ રાખવી તેનાં અંગ સચવાય ને દઢ થતાં ચાલે, તેને કશો રોગ થાય નહિ, અથવા આવ્યું તે ટાળી શકાય, એટલા માટે પ્રતિ માતાએ, માતા થતા પૂર્વે કે થતાની સાથેજ, શરીરશાસ્ત્રના સાદા નિયમે, સ્વચ્છતા ને સુખકારીનાં મલત, તથા રોગનાં કારણે અને તેનું નિવારણ એને કેટલોક વિવેક, એ બધું સારા ગ્રંથદ્વારા કે કોઈ વિદ્વાનદ્વારા યથાર્થ જાણું રાખવું જોઈએ. આવું જાણવામાં ન હોય તે કઈ સારા દાક્તર કે વૈદ્યની સલાહ લેવી, પણ જેને ડોશીવૈદું કહે છે તેવા ઉટઘથી છોકરાંના શરીરને બગાડવું નહિ. કુદરતના નિયમો એવા સુલિષ્ટ છે કે જે તેમને યથાર્થ સાચવ્યા હોય તે રોગ પેદા થવા પામતે નથી, ને થાય તો પણ તે એજ નિયમો યોગ્ય રીતે સાચવ્યાથી દૂર થાય છે. ઔષધ રોગને મટાડે છે એમ જાણવું નહિ પણ કુદરત પિતે જ તે મટાડે એમ જાણવું; એસિડ તો માત્ર કુદરતને સહાય થાય છે, એટલે ધણક માતાઓ જેમ પોતાનાં છાક- રાંને સારાં રાખવા એક કે બીજા પ્રકારનું ઓસડ તેના પેટમાં કારણું વિના ભર્યા જાય છે તેમ કરવું બહુ હાનિકારક એમ સમજવું. નિયમિત રીતે બાલકને રૂચી પ્રમાણે બે ચાર પાંચ વાર સાથે આહાર દેવો. અથવા ખાતું ન હોય તે ધાવવા કે દૂધ પીવા દેવું, ને તેની જે કુદરતી ઇચ્છાથી તેને રમત કરવાનું મન થયાં જાય તે રમતો, તેને પિતાને હાનિ ન થાય કે કશી કુટેવ ન પડે, તેટલે સુધી અંકુશમાં રાખી સ્વતંત્રતાથી કરવા દેવી. પણ તેમાં એ જેમ બને તેમ તેની માનસિક શક્તિ ખીલતી જાય, તેનું શરીર સબલ થતું જાય, અને તેને પોતાની જાત ઉપરજ વધારે આધાર રાખવાની ટેવ પડે, એવી રમત વિશેષ કરીને આપવી.

ઘણીક માતાઓ પોતાનાં બાલકને અનેક કારણને લીધે ધવરાવતી નથી, પણ રાગ કે એવા કારણ વિના કેવલ એવી રૂચિને માટેજ એમ કરવામાં બહુજ હાનિ છે. પિતાની માનું દૂધ પીવાથી બાલક જેનું દુધ પીએ તેનાં શરીર અને સ્વભાવની પ્રકૃતિ લેતું ચાલે છે, એમ સારી ઉતમ કુલની માતાનું બાલક ઘણીવાર તેને એબ લગાડે એવા સ્વભાવવાળું કે કલંક લગાડે એવી નીતિવાળું નીવડે છે. ધવરાવવાને સમયે કોઈ પણ બાલક જેમ પ્રફુલ્લ રહે તેમ કરવું, અને માતાએ પિતે તે સમયે કોઈ પણ પ્રકારે પિતાના બાલક ઉપરના પોતાના એક પ્રેમમાં ખામી પડે તેવી માનસિક કે