આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૮
બાલવિલાસ.

હોય તો તે બાલકને જેમ બને તેમ પોતાની મેળેજ કરવા કે જેવા દેવી, કેમકે એમજ તેને સ્વાશ્રયની ટેવ પડે છે, ને સંસારમાં પોતે પોતાની મેળે જ પોતાનો માર્ગ કરતાં શીખે છે. અનુભવ સમાન બીજો શિક્ષક જગમાં નથી, માટે તે શિક્ષક પાસેજ તેને ઘણામાં ઘણું રહેવા દેવું, દેવતા જોઈ બાલક કુદશે, રમશે, તેને ઝાલવા પણ જશે, માબાપના કહેવાથી તે અટકનારૂં નથી, એકાદવાર તેને ઝાલશે પણ ખરું. જ્યારે દાઝશે ત્યારે ફરી ત્યાં જશે નહિ, પણ દૂરથીજ જોશે, આમ અનુભવ વિના તેને નિશ્ચય થતો નથી, માટે અનુભવની શાલામાંથી તેને જ્ઞાન મેળવવા દેવું. માબાપે માત્ર એટલી નજર રાખવી કે તેમ કરતાં તે પોતાના તન મન કે નીતિના વર્તમાન કે ભાવિ સુખને હાનિ કરતું હોય નહિ.

આ વાત જુદી જુદી પાડીને લખતાં તો આખો ગ્રંથ ભરાય, ને તેવા ઘણા ગ્રંથો વિદ્યમાન છે, પણ ચતુર માતાને આટલી સામાન્ય સૂચનાઓથી બાલકનાં તન અને મન ખીલવવાની અનેક યુક્તિ પ્રયુક્તિ સહજ સમજાશે.


સંસ્કાર ભાગ-૫
૧૨

જેને સોળ સંસ્કાર કહે છે તેનો વિવેક તો સંસ્કાર વિષેના આગલા પાઠમાં થઈ રહ્યો છે, બીજા જે નવ સંસ્કાર વધારાના મનાય છે અને પળાય છે તે આપણા ઘરકામમાં નિત્ય ઉપયોગમાં આવે છે, તથા મરણ પછીથી કેટલીક ક્રિયાઓ જોડે સંબંધ રાખે છે. આવું છે એટલે તેમનું પણ ટુંકું વર્ણન કર્યા વિના સંસ્કારનો વિષય અધુરો રહે એટલુંજ નહિ પણ આપણને આપણાં કેટલાંક અગત્યનાં કામનો હેતુ અને અર્થ યથાર્થ સમજાયા વિનાનોજ રહી જાય. આગલા સોળ કહ્યા તે સંસ્કાર કર્યા પછી જ દ્વિજ એટલે બે વાર જન્મ પામેલું માણસ થાય છે; પણ આ નવ કર્મની અસર તેવી મનાતી નથી.

જે પાંચ નિત્યકર્મ છે તે પ્રથમ સમજવા જોઇએ, કેમકે જેટલાં સ્ત્રીપુરૂષ ગૃહસ્થ થાય તેમણે તે કર્મ નિત્ય કરવાનાં છે. ગૃહસ્થાશ્રમની જે ઉત્કૃષ્ટતા આશ્રમધર્મના પાઠમાં કહી છે તે આ પાંચ કર્મ કરવાથીજ ઉત્પન્ન થયેલી છે. એ કર્મને યજ્ઞ અથવા મહાયજ્ઞ કહે છે, કેમકે એમ હોમ હવનાદિ જેવા સામાન્ય યજ્ઞ કરતાં પણ આ યજ્ઞ વધારે