આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૯
સંસ્કાર-ભાગ ૫.

ફલદાતા છે. એનું કારણ એટલું જ કે પેલા યજ્ઞોથી તો પોતાની કોઈક કામના તૃપ્ત થાય છે. પણ આ યજ્ઞથી તો પોતાની બુદ્ધિ થવા ઉપરાંત કરોડો મનુષ્યને ઉપકાર કરવાનું મુખ્ય પુણ્ય પેદા થાય છે. માટે એ કર્મ મહાયજ્ઞ કહેવાય છે. એ પાંચનાં નામ બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, નૃયજ્ઞ, એવાં છે. એમનો અર્થ અને હેતુ એક પછી એક સમજાવીએ.

બ્રહ્મ એ વેદવિદ્યાનું નામ છે, તેની ઉપાસના કરવી તે બ્રહ્મયજ્ઞ, એનો વિધિ એવો છે કે પ્રાતઃકાલે અરુણોદય સમયે ઉઠવું, અને શૌચ સ્નાન આદિ કરીને પોતાના વર્ણાશ્રમાનુસાર સંધ્યાવંદન, પ્રાણાયામ, ગાયત્રીજપ આદિ કરવું, પછી પોતે જે વેદવિદ્યા પ્રાપ્ત કરી હોય તેનું પારાયણ એટલે પુનઃ સ્મરણ કરી જવાનું કામ કરવું, એમ કર્યા પછી જેને ભણાવવાનો અધિકાર છે તેણે વિદ્યાર્થીઓને કાંઈ પણ લીધા વિના તે વિદ્યા ભણાવવી. માણસ પોતે જે વિદ્યા ભણ્યું હોય, તે વિદ્યા કોઈને ભણાવે નહિ તો પોતે ભુલી જાય તેમ દુનિયાને પણ કશો લાભ કરી શકે નહિ. માટે શાસ્ત્રકારો એમ બતાવે છે કે જે માણસ વિદ્યા પ્રાપ્ત કરે છે તેનું કર્તવ્ય છે કે તેણે તે વિદ્યા બીજાને આપવી આમ ન કરે ત્યાં સુધી તેને માથે એક પ્રકારનું દેવું છે, સંસ્કૃતમાં દેવાને ઋણ કહે છે, ને જે ભણેલી વિદ્યા એટલે જે બ્રહ્મ તે પાછી વાળી નથી ત્યાં સુધી બ્રહ્મ ઋણ છૂટ્યું નથી એમ કહેવાય છે. આ યજ્ઞ કરવાથી બ્રહ્મ ઋણ છૂટે છે.

પિતૃ એટલે ગુજરાતીમાં પિતરી કહે છે તે; પણ એના અર્થમાં થોડુંક સમજવાનું છે. આપણાં શાસ્ત્રમાં પુનર્જન્મ માનેલો છે એતો આગળ તે વિષયના પાઠમાં આવી ગયું છે. જ્યારે મુવા પછી જન્મ છે, ત્યારે અવતાર પહેલાં પણ કહીકે જન્મ તે હોવોજ જોઈએ. એ જન્મ આપણી પૃથ્વીમાં હોય કે ગમે તે પૃથ્વીમાં હોય. પૃથ્વી અથવા સૃષ્ટિ કાંઇ એક આપણે જે ગોલ વિષે ભૂગોળમાં વાંચીએ છીએ તેટલી જ નથી. પ્રાચીન તેમજ કેટલાંક વિશ્વાસ કરવા યોગ્ય અને પ્રતિષ્ઠિત અર્વાચીન શાસ્ત્રોથી એમ સમજાયું છે કે સૂર્ય, ચંદ્ર, તારા, જે જે જણાય છે તે પ્રત્યેક એક એક સુષ્ટિ છે, ને તેમનાં હવા પાણીમાં રહી શકે તેવા લોકથી વસેલાં છે. એ લોક અને આપણા લોકને સંબંધ હોય એતો સ્વાભાવિક છે, કેમકે સૂર્યનો તાપ, ચંદ્રની શીતલતા, એ બધાં આપણને અસર કરી આપણાં પ્રત્યેક કામ કરી આપે છે. આપણાં શાસ્ત્રવાળા એમ માને છે કે આપણી પૃથ્વી, મૂલ ચંદ્રમાંથી પેદા થઈ છે, ને આપણું મૃથ્વી ઉપર પ્રથમ પહેલી, જ્યારે પણ{{સ-મ|૨૨||}