આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨
બાલવિલાસ.

શ્રાદ્ધ છે તેને સપિંડન કહે છે, કેમકે પિતૃનું પિંડ એટલે જે શરીર તેમાં પ્રેતને મેળવી દેઈ પિત ભેગું કરવું એ તેનો ઉદ્દેશ છે. બીજાં બધાં એટલે મરવાના દિવસથી તે બારમા સુધી તથા પછી વર્ષ સુધીમાં, મહીને, બે મહીને, ત્રણ, છ, મહીને એમ થાય છે તે, એકદિષ્ટના જુદા જુદા વિભાગમાં સમાય છે. પાર્વણશ્રાદ્ધ તે એ કે જે પર્વ અથવા જેને પર્વણિ કહીએ છીએ તે દિવસે કરવાં પડે. આગ્રયણ અષ્ટકા ઉત્સર્ગ અને ઉપાકર્મ એવાં જે ચાર આપણે આગળ ગણ્યાં છે તે એક પ્રકારનાં પાર્વણ કર્મ છે. નવું ધાન્ય પાકે ત્યારે તેનાથી આસો મહીનામાં ઇષ્ટ એટલે પૂજા થાય છે તે આગ્રયણ, ને માગશરથી તે ફાગણ સુધીમાં કૃષ્ણપક્ષની અષ્ટમીએ શ્રાદ્ધ થાય છે તે અષ્ટકા; એને અંગે સાતમે પૂર્વઘુ અને નો2મને દિવસે અન્વષ્ટકા એમ પણ શ્રાદ્ધ કરવાં પડે છે. વેદાધ્યનનો અમુક કાલે ત્યાગ અને અમુક કાલે અંગીકાર; એમ થાય તે ઉત્સર્ગ અને ઉપાકર્મ કહેવાય છે. બળેવને દિવસ જનોઈ બદલવાનો ચાલ છે તે ઉપાકર્મનો ભાગ છે. આવો શ્રાદ્રાદિનો સાર છે, પણ તેમાં જે બ્રાહ્મણભોજન કહ્યું છે તે માટે શાસ્ત્રમાં વારંવાર લખ્યું છે કે જમાડવાનો બહુ વિસ્તાર કરવો નહિ તેમ જમણવારો કરવો નહિ; ને ભણેલા સુશીલ, શ્રદ્ધાવાળા અને સર્વ પ્રકારે યોગ્ય હોય તેવા બ્રાહ્મણ જમાડવા.

આ પ્રમાણે સોળ સંસ્કાર તથા તે ઉપરાંત જે કર્મ સંસ્કારમાં ગણાય છે તેનો સાર છે એને યથાર્થ સમજીને આચરણું કરવાથી આલોક ને પરલોક બન્ને સુધરે છે. શ્રાહાદિ તથા સંસ્કાર યથાર્થ સમજવા અન્ય લેખ જેવા જોઈએ.


સ્ત્રીત્વ-ભાગ-૩
૧૩

સ્ત્રીઓના સ્ત્રીપણની ઉત્તમતા શામાં છે તે સ્ત્રીત્વ વિષેના આગલા બે પાઠથી સમજાઈ ગઈ હશે જ. સ્ત્રીઓનું રાજય ઘરમાં છે, ને તેમના સ્વભાવની ઉત્તમતા પ્રેમમાં છે એ વાત વારંવાર કહેવામાં આવેલી છે. આવું છે એમ કાંઈ મારી મચડીને મનાવવાનું નથી, પણ કુદરતી જે રચના છે તેનાથીજ એ વાત સિદ્ધ થાય છે ને એમ સિદ્ધ થવાથી સ્ત્રીઓનો જે ઉપયોગ સંસારમાં ઠરે છે તે કરતાં બીજા ઉપયોગમાં તેમને દોરવાથી હાનિ પેદા થાય એ પણ સ્વાભાવિક છે, પ્રત્યેક વસ્તુને પોતાતો સવિશેષ ઉપયોગ હોય છે, ને તે ઉપયોગ કરતાં બીજા કામમાં વાપરવાથી તે વસ્તુ