આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૪
બાલવિલાસ.

થી થયેલો છે, ને તે ફેરવ્યો ફરવાનો નથી. ઉલટું તેને ફેરવવામાં દુઃખ છે. સ્પુત્રૂરીષના હક સમાન છે તે ખરું છે, પણ તેનો અર્થ એ નથી થતો કે સ્ત્રીએ તેના પતિની જગો લેવી, ને પતિએ તેની પત્નીની જગો લેવી. એનો અર્થ એટલોજ છે કે સ્ત્રી પુરૂષે બન્નેએ પોતપોતાના ધર્મમાં રહી એવી મૈત્રી કેળવવી કે જેથી બન્ને વચ્ચે કલેષ થવાનો સંભવ આવે નહિ; ને તેમાંથી એક બીજાને વિના કારણે દુ:ખ કરનાર થઈ પડે નહિ; બન્ને પોતાની યોગ્ય મર્યાદાપૂર્વક રૂચિ અનુસાર વર્તી શકે. સ્ત્રીઓ પુરૂષની સમાન નથી પણ પુરૂષથી ઉત્તમ છે કેમકે તેમને સ્મૃતિકારોએ “દેવતા” કહી છે તે વિચાર કરતાં પણ તેમજ જણાય છે. સ્ત્રીઓ દેવતા છે માટે પુરુષો તેમના પૂજારા કે ગુલામ નથી, તે તેમના “ગુરૂ' કહેલા છે એમ કહેવાનો અર્થ એટલો જ છે કે સ્ત્રીઓએ જેમ સર્વ પ્રકારનો આધાર તેમના પતિ ઉપર રાખે, તેમ પુરૂષોએ સર્વ પ્રકારનાં સુખ ભોગવવાનો સંભવ પોતાની પત્ની પાસેથી કરવો, અને ધર્મ માત્ર કેળવવું, ભોગવાવવું, એવો પોષણ કરવાનો એટલે પ્રેમમય રહ્યો; પુરૂષોનો ધર્મ મેળવવું, લાવવું, એવો પ્રાપ્ત કરવાનો એટલે પરાક્રમનો રહ્યો. સ્ત્રીઓથી કદી પણ પરાક્રમનો એટલે પુરૂષનો ધર્મ થઈ શકતો નથી; ને કરે તો તેમાં તેમના સ્ત્રીત્વનો ભંગ થઈ તેઓ જાતે દુઃખી થઇ બીજાને દુ:ખી કરે. એટલાજ માટે સમૃતિઓમાં વારંવાર એવું કહેલું છે કે સ્ત્રીઓ સ્વતંત્ર નથી. સ્વતંત્ર નથી એટલે ગુલામ છે, કે દાસી છે, કે ગમે તેમ મારકુટ કરવાનું ઢોરર છે, કે પોતાના પ્રાકૃતિક સ્વભાવનુસાર વર્તન યોજવે સ્વતંત્ર નથી, એમ નહિ, પણ તેમને કદાપિ પુરૂષધર્મ ગ્રહણ કરી ઉપાર્જન કરવા માટેના ધંધામાં પડવાનું નથી એટલો જ અર્થ છે. બાળપણમાં સ્ત્રીઓને માબાપ પોષણ આપે છે, યુવાવસ્થામાં પતિ પાળે છે, ને વૃદ્ધાવસ્થામાં પુત્રાદિ પાળે છે પણ સ્ત્રી પોતે પોતાનું ઉપાર્જન કરવા જતી જ નથી, તેણે જવુંજ ન જોઈએ, એમ તે સ્વતંત્ર નથી. સ્ત્રીઓએ ઉપાર્જન ન કરવું એટલે કાંઈ કામ ન કરવું એમ નહિ પણ પુરૂષ જે કામ કરે છે તે કરવા માટે ઘર બહારના ધંધામાં ન પડવું. આમ સ્ત્રી પુરૂષનાં કામના વિભાગ છે તેને યથાર્થ અનુસરી સ્ત્રીઓએ પોતાના ગૃહરાજ્યમાં પ્રેમરાજ્ય વિસ્તારવું એમાં જ તેમને, તેમનાં કુટુંબીને, સર્વને, ને આખા જગતને સુખ છે.


મતાંતર
૧૪

મતાંતર કોઈ શિવને મહોટા કહે છે, કોઈ વિષ્ણુને વખાણે છે, ને કોઈ