આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫
મતાંતર

શક્તિને સર્વોપરિ બતાવે છે. કોઈ લોક ઈશ્વરને આકારવાળો કહે છે, કોઈ નિરાકાર કહે છે; કોઈ ઈશ્વર એવું કે જુદા જુદા દેવ એવું કાંઈ માનતાંજ નથી. આવા મુખ્ય ભેદમાં વળી બીજા પંથ ને સંપ્રદાય ઘણા છે, ને કોઈ કબીર તો કઈ રામાનુજ, કેાઈ સ્વામિનારાયણ તો કોઈ રામાનંદ, એમ અનેક ભેદ ચાલે છે. પણ એ બધા તો એકજ ધર્મના ભેદ છે. બીજા ધર્મવાળા એ આખા ધર્મનેજ માનતા નથી ને પોતાની વાતને જ માને છે. ત્રીજા વળી એવા છે તે ખાઈ પીને સુખમાં ફરવા ઉપરાંત કશો ધર્મજ માનતા નથી.

કિશ્રીઅન ધર્મવાળા એમ માને છે કે ઈજીપ્તના રાજાથી નાશી છૂટતી વખતે મૂસા પેગંબરને લાલ સમુદ્રે માર્ગ આપ્યો; પણ જ્યારે એમ સાંભળે છે કે શ્રીકૃષ્ણને લેઇને જતાં વાસુદેવને પણ યમુનાએ માર્ગ આપ્યો હતો ત્યારે તે માનતા નથી, ને હસે છે. મુસલમાનો એમ માને છે કે કાબા આગળ એક પથ્થર છે તેને ચુંબન કર્યાથી પાપ નાશ પામે છે; છતાં હિંદુ ના રમણરેતી ગોપીચંદન અને ભસ્મ વિભૂતિને હસે છે; ને એ બન્ને જણાને આતશની પૂજાથી અને તેનાં દર્શનથી મોક્ષ માનનારા પારસીઓ હસે છે. હિંદુધર્મમાં પણ જુદા જુદા પંથવાળા ને જુદા જુદા સંપ્રદાયવાળા એમજ જાણે છે કે અમારા વિના બીજો મત પાળનારા નરકે જવાના છે. હિંદુ ધર્મમાંજ મતભેદ છે એમ નથી, પણ મુસલમાન, ક્રીશ્રીઅન, પારસી બધામાં મતભેદ છે, ને તે પ્રત્યેક ધર્મમાં ઘણા ઘણા પંથ છે. એ બધા પંથવાળા પોતપોતાના પંથમાં જ મોક્ષને નક્કી ઠરાવી રાખે છે. ઘણાક એવા નાસ્તિક હોય છે કે કશું માનતા નથી; ને આ બધો મતભેદ જોઈ તે ઉપર કટાક્ષ કરીને કહે છે કે ધર્મ આવો હોય નહિ, ને ખરો હોય તો તેમાં આવા આવા ભેદ ને આવા આવા વિરોધ હોય નહિ. આ પ્રમાણે જ્યાં જુઓ ત્યાં આખા જગત ઉપર જેટલાં માણસ એટલા ધર્મ ને એટલા ભેદ છે એવી ખેદકારક વાત દષ્ટિએ પડશે.

આવા મતભેદના વિષયમાં એક વિદ્વાને કહ્યું છે કે બધા ધર્મ બે વાતમાં એક બીજાને મળતા આવે છે, તે બે વાત એ કે પોતાના ધર્મનાં ગપ્પાંને પણ માનવા, ને સામાના ધર્મની ખરી વાતો ધિકકારવી. આવું શાથી થાય છે? માણસનો સ્વભાવજ એવો છે કે બધી વાતમાં તેમના વિચાર એકસરખા થઈ શકતા નથી. એનું કારણ અજ્ઞાન અને તે અજ્ઞાનથી પેદા થતો અભિમાન એ બેજ છે. જ્યારે સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ પડે છે ત્યારે એવું કાંઈ રહી શકતું નથી, પણ તેમ થવા માટે મતભેદ અથવા મતાંતર ચાલે અને