આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૬
બાલવિલાસ.

સત્ય વાત તરી નિકળે એ બહુ અગત્યનું છે. એક વાત વિષે બે મત હોવા એ કોઈ પણ દેશના લોકની વિદ્યાનું ચિન્હ છે, પણ તે દેશના જ્ઞાનનું ચિન્હ એ છે કે મતાંતરને જુદા જુદા મતવાળા ઉદાર બુદ્ધિથી સહન કરી શકે. જેવી સ્થિતિમાંથી ને જેવી દષ્ટિથી માણસ કોઈ પણ વાતને વિચારે છે, તેવા તેને તે વાતના આકાર સમજાય છે. એક પાસાએ સોનાથી ને બીજી પાસાએ રૂપાથી રસેલી ઢાલ સામસામેની બાજુથી જોનારા બે પુરૂષ તે એકલા સેનાની કે રૂપાની છે એમ કહી લઢી મુવા હતા ને ઢાલ તો બંનેની રસેલી હતી, તેવું મતાંતરના વિષયમાં થાય છે, આપણો જે મત હોય તે ખરો છે એમ અભિમાન રાખતા પૂર્વે વિચાર કરવાની અપેક્ષા છે કે આપણા કરતાં બીજા પ્રકારનો મત રાખનારાં કોઈ પણ રીતે પરાક્રમ, ઉદારતા, પુણ્યબુદ્ધિ કે સંતોષમાં ઉતરતાં નથી. તો એકલો આપણોજ મત ખરે ને બીજા ખોટા એમ હોવું અશક્ય છે, કારણ કે મત કે ધર્મ ગમે તે ગમે તેવી રીતે બાંધ્યાં હોય તેનાથી સાધવાની વાત તો માત્ર બેજ છે, ને તે એ કે આ વિશ્વમાં રચના સમજવી; ને તેમાંથી ઉત્તમમાં ઉત્તમ માર્ગ સાધવો. એમ જણાય છે કે એક મતથી ચાલતાં જેવી ઉત્તમ પ્રવૃત્તિ નીપજે છે તેવી જ બીજાથી પણ નીપજે છે તો તેમાંનો એકે મત ખોટો નથી. આ વિશ્વની રચના તો એક અમુક પ્રકારનીજ છે, તેને સમજવા માટે અનેક માર્ગ હોય તે સમજાવ્યા પછી તે માર્ગોથી આપણું સુખ સાધવાના તેથી પણ વધારે માર્ગ હોય, ને તેમ કરતાં જે પ્રવૃતિ થાય તે ઉત્તમોત્તમ છે એમ જણાવાના માર્ગ પણ તેથી વધારે હોય, તો મદભેદ એ વાત કઈ રીતે ખોટી નથી, ને ઈચ્છવા લાયક નથી, કે નિરુપયોગી નથી.

પ્રત્યેક વાત સમજવાના અનેક માર્ગ હોય છે, જેમ એકજ ગામ જવાના પણ બે માર્ગ હોય છે. માણસોની બુદ્ધિ બધે એકજ સરખી હોતી નથી. જેમ અન્ન પચવામાં એક ઘરનાં બે ચાર માણસને પણ એકજ જાતનો આહાર પચતો નથી, તેમ જગતનાં જુદાં જુદાં સ્પુત્રૂરીષની જુદી જાદી શકિતવાળી બુદ્ધિઓને એક સરખુંજ જ્ઞાન પચતું નથી. જેને જેવું ઘટે તેવું કહીએ તોજ તે વાત તેને ગળે ઉતરે છે, ગળે ઉતરે છે એટલું જ નહિ, પણ તેથી વધારે કહેતાં તેને અશ્રદ્ધા થાય છે, કે શ્રદ્ધા થાય તો પણ કવચિત તેનો ખોટો ઉપયોગ કરી પોતાને ને બીજાને હાનિ કરે છે. આંધળા આગળ આરસી નકામી છે, અથવા જેની નબળી આંખો છે તે