આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮
બાલવિલાસ.

મોક્ષનું કે મોક્ષને માર્ગે ચઢયાનું ફલ એટલું જ છે કે અત્યંત સહનશીલતા રાખવી. સર્વ ધર્મ એકજ અનાદિ સત્યનાં રૂપાંતર છે, અને બધા ધર્મ તે સત્યને પામવાના જુદા જુદા માર્ગ છે. અનાદિ સત્ય ધર્મ એકજ છે, પણ અધિકાર પ્રમાણે સમજાવવા માટે જુદે જુદે રૂપે વિસ્તાર છે. આનું પ્રમાણ એ છે કે જેમ આપણા ધર્મમાં વેદાન્ત એ અનાદિ સત્યનો શુદ્ધ માર્ગ છે, તેમ યાહૂદી અને ક્રિશ્ચિઅન ધર્મમાં કેબાલા, મુસલમાન ધર્મમાં તથા પારસીમાં પણ સુફી હકીકત, ચીનના ધર્મમાં ટેઓમાર્ગ, એમ બધી દુનીયાંના ધર્મમાં એક એક ગુપ્ત માર્ગ છે કે જેને ખરા જ્ઞાનીઓજ સમજે છે, ને જે રીતે જોતાં ધર્મ માત્ર એકજ છે.

વિચાર માટે કોઇનો દ્વેષ કરવો એ પાપ છે; કેમકે જે વિચારશકિત સર્વને સરખી રીતે મળેલી છે તેનો સર્વે સ્વતંત્રાથી ઉપયોગ કરે; અને વિચારનો સ્વતંત્ર ઉપયોગ એજ કોઈ પણ દેશના લોકના ઉચ્ચસંસ્કાર નક્કી કરવાનું પ્રમાણ છે. જ્યાં કોઈ પણ રીતે વિચાર ઉપર દબાણ રખાય છે તે દેશ અજ્ઞાની, જુલમગારથી કચરાઈ ગયેલો, કે અધર્મી હોય છે. વિચાર જ્યારે આચારનું રૂપ ધારણ કરે ત્યારે જોવાનું છે કે તે આચાર કેવો છે, ને તે આચારના રૂ૫ ઉપરથી તેને પેદા કરે તેવા વિચારોને કેટલે સુધી અટકાવવા કે બંધ પાડવા એ નક્કી થાય છે, પણ જેનાથી બીજાને કોઇ પણ પ્રકારે હાનિ નથી, અને પોતાના મનને અત્યંત શાંતિ થવા રૂપી લાભ છે, એવા ધર્મવચાર માટે જરા પણ દ્વેષભાવ રાખવો કે રાખીને કલહ કરવો એ નીચપણાનું કામ છે, અધર્મ લક્ષણ છે, પાપ છે.


માતૃધર્મ ભાગ-૩
૧૫

બાલકનાં શરીર અને મન કેવી રીતે સાચવવાં તથા ખીલવવાં એ વાત માતાઓના લક્ષમાં ઉતર્યા પછી, તેમને બાલકોની નીતિ અને ધર્મવૃત્તિ ઉપર લક્ષ આપવાનું છે. આ ચારે વાત જુદી જુદી લખી છે તેથી એમ સમજવું નહિ કે શરીર, મન, નીતિ અને ધર્મ એ ચારે વિષય જુદા જુદા એક પછી એક અનુક્રમે જ આવે છે. કોઈ એક પણ કામ એવું નથી કે જેની એ ચારે ઉપર અસર ન હોય, અને માત્ર શરીરના સબંધવાળું કૃત્ય જેમ શરીરને લાગુ પડે છે, તેમ મન, નીતિ તથા ધર્મને