આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૦
બાલવિલાસ.

બાલકના લક્ષમાં ઉતરે તે સર્વની યોજના કરવી, ને તેને નિરંતર કોઈ અમુક ધર્મકૃત્ય કરવાની ટેવ પાડવી, ધર્મનો આધાર હૃદયમાં દઢ થવાથી માણસનું જીવન એવા ઉચ્ચ પ્રકારનું થાય છે કે તેથી સંસારની વિટંબનાઓમાં અતુલ ધેર્ય, અતુલ સંતોષ, અને અતુલ દઢતા તથા આગ્રહ પેદા થાય છે. માટે જેમ બને તેમ ધર્મબુદ્ધિ ખીલવવી તથા વધારવી, અને ધર્મપરાયણ સત્પુરૂષ અને સન્નારીનાં ચરિત્ર નિરંતર મનન કરાવવાં.

ધર્મશ્રદ્ધા દઢ થવામાંથીજ નીતિની બુદ્ધિ સુપ્રેરે છે. ધર્મનો સિદ્ધાન્ત મનમાં ઉતારવા માંડે તે પ્રમાણે નીતિ ઘડાતી ચાલે છે. નીતિનો માર્ગ, કરી બતાવવામાં, આચારમાંજ, રહેલો છે, મહોટપણે આ પ્રમાણે થાય છે કે ધર્મ સિદ્ધાન્તથી નીતિ રચાય છે, પણ બાલકને તો માબાપે નીતિના સાદા ઉપદેશે એ પ્રકારે આપવાના છે કે જેમાંથી છેવટે ધર્મ નિશ્ચય મનમાં ઉદય થાય. બાલકને નીતિ શીખવવાનો માર્ગ પાછો અનુકરણ શક્તિદ્વારાજ છે. સાદા ઉપદેશથી કે નીતિનાં વ્યાખ્યાનોથી બાલકને અનુકરણ કરવા જેવો કશો પદાર્થ મળી શકતો નથી. માટે તે માર્ગ સર્વથા નકામો ગણાય છે. જેમાંથી સારી નીતિ ફલતી હોય એવી વાતો અને કહાણીઓ તેને સંભળાવવી કેમકે એમ કરવાથી, એની સ્મરણશક્તિ અને વિચારશક્તિ તથા કલ્પનાશક્તિ પણ, નીતિ ભેગી જ ખીલતી ચાલશે. પણ સારી પેઠે સ્મરી રાખવું કે બાલક જેવું જેનાર, અવલોકન કરનાર ને તેથી જ અનુકરણ કરનાર, કોઈ નથી, તેણે ગમે તેવી નીતિની વાત સાંભળી હોય, ગમે તેવી માબાપની આજ્ઞા માથે લીધી હોય, તોપણ તેને દીઠામાં જો એ નીતિ અને એ આજ્ઞાની વિરુદ્ધ કાંઇ પણ વાત આવી તો તુરત તેનો નિશ્ચય શિથિલ થઈ જવાનો, ને તે ધારેલે માર્ગે નહિજ ચાલવાનું. વાર્તા ઉપદેશ એ સર્વ કરતાં ઉત્તમ માર્ગ બાલકને તાદશ નીતિવૃત્તિનાં દૃષ્ટાન્ત બતાવવાનો છે. તે દષ્ટાન્ત જાણી જોઇ ઉભાં કરીને બતાવવાં એમ નહિ, કેમકે એમ થવાથી તો જે ઢોંગથી તે દષ્ટાન્ત ઉભું કરાયું છે તે ઢોંગ પણ બાલક શીખી લે છે. કરવું એમ જોઈએ કે નિત્ય સરલ વ્યવહારમાં જ માબાપ નોકર ચાકર તથા બાલકના સંબંધમાં આવનારાં સર્વની રીતભાત એવી સ્વાભાવિક નીતિવાળી જોઈએ કે જેથી બાલક તેજ દેખે ને તેજ ગ્રહણ કરે. જેની ખરી અપેક્ષા છે તે એ છે કે માણસનું હદય નિર્મલ મૃદુ અને વિશાલ થાય; લાખોગણી વિદ્યા તેના માથામાં ભરેલી હોય તે હૃદયની યોગ્યતા વિના નકામીજ જાણવી. આવો હૃદયનો વિસ્તાર તેને, પિતાનાં સંબંધીઓ તેવા