આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૧
માતૃધર્મ-ભાગ 3.

હદય વિસ્તારનાં જે કૃત્ય કરે, તેમાંથી જ સમજાય છે, કેમકે બાલક તાદ્રશ્ય વસ્તુ વિના બીજું કશું જોઈ કે સમજી શકતું નથી. એટલાજ માટે બાલકને નઠારા શિક્ષકના હાથ નીચે કે હલકા નોકર ચાકરાના સંબંધમાં ન જવા દેવું. નઠારા ને હલકા એટલે તેના વ્યવહારમાં કનિષ્ટ એમ જાણવું. બાલક જ્યાં સુધી યથાર્થ ગ્રહણ કરવા સમર્થ ન હોય, તથા તેનું શરીર પૂરૂ ખીલ્યું ના હોય ત્યાં સુધી તેને નીશાળે મોકલવું બહુ હાનિકારક છે. ઓછામાં ઓછાં સાત વર્ષ પછીજ બાલકને નિશાળે જવા દેવું, ને તે સમયે પણ ઉત્તમ નીતિવાળા મહેતાજીને સોંપવું. ત્યાં સુધી તો મા બાપે જ તેને પોતાની પાસે રાખી તેનું શરીર, તેનું મન, તેની નીતિ, તેની ધર્મબુદ્ધિ, બધું ધીમે ધીમે ખીલવવું.

મા બાપે કે બીજા કોઇએ બાલકને લાડથી કે હુલાવવાની ઇચ્છાથી પણ કોઇ પ્રકારે અયોગ્ય આચાર નજરે પડવો નહિ, તે એટલે સુધી કે તેને મારીશ” એમ પણ જો તને મારવાનો વિચાર ન હોય તો, જુઠો ભય બતાવો નહિ. એમાંથી બાલકને જુઠી વાતો કરવાની ટેવ પડે છે ને એમ તે ધીમે ધીમે જુઠને માર્ગે ચઢે છે. એમ નથી સમજવાનું કે બાલકને રમવા જમવાનો સમય ન આપતાં, માબાપના સદાચારનાં પ્રેક્ષકજ કરી રાખવાં, પણ એમ જાણવું કે રમવામાં ખાવામાં પીવામાં સર્વત્ર બાલકને યોગ્ય માર્ગજ લક્ષમાં કરવા જેવું કરી આપવું, બાલકને ભય પમાડીને કોઈ માર્ગે ચઢાવવાની જે સામાન્ય રીતિ છે તે બહુ અયોગ્ય છે, કેમકે કોઇ પ્રકારના દબાણથી જે કામ બાલક કરે છે કે, જ્યારે દબાણ ન હોય ત્યારે કરતું નથી, ને તેથી તે કામની કીંમત પણ સમજતું નથી, માટે જેમ બને તેમ માત્ર કરી બતાવેલું જોઈને જ તેમ કરે એવો માર્ગ લેવો, અને કામ પોતે જ સારું છે માટે કરવું છે એવી બુદ્ધિ બાલકનામાં ઉદય પામે તેવી યોજના રચવી.

આ પ્રમાણે નીતિનો ઉત્તમ આચાર, જેને એક શબ્દે કહીએ તો, હૃદય વિસ્તાર અથવા સંસ્કૃત્તિ એ નામ અપાય છે તે બાલકના મનમાં ઠસાવવો. એમ થયા પછી, અથવા એમ થતું ચાલશે તેમ, બાલકના મનમાં ધીમે ધીમે ધર્મવાસના ઉપજતી ચાલશે, ને છેવટ તે નિશ્ચય દ્રઢ થતાં નીતિનો જે માર્ગ તેણે લીધો હશે તે પણ તેને દ્રઢ બેસી જશે. જ્યારે ધર્મ અને નીતિ આ પ્રમાણે પોતાના લોહી રૂપ થઈ જાય ત્યારે જ તે ખરાં સુખદાયક થાય.

અત્રે આટલો સામાન્ય વિવેક બતાવવો પૂર્ણ છે. સદવૃત્તિ તથા ધર્મ એ વિષયોના જે જે પાઠ આવી ગયા તે બધા માતાના લક્ષમાં યથાર્યરીતે