આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૪
બાલવિલાસ.

બધો વૃત્તિનો ખેલ છે, ત્યારે વૃત્તિ અટકે તો એ જે જુદી જુદી વિરુદ્ધ વાતોનાં જોડકાં છે તે બધાં નાશ પામે, ને બધું જેવું છે તેવું એટલે આત્મામય, એટલે જ્ઞાન આનંદ ઇત્યાદિ રૂપે જ સમજાય. એનો અનુભવ કાંઇક ભાગે આપણને ગાઢ નિદ્રામાં થાય છે, તે સમયે પણ વૃત્તિ નથી જ હતી એમ નહિ, કેવલ એકજ આકારવાળી હોય છે, તેથી આપણને મૂલના આત્મસ્વરૂપનો આનંદરૂપે અનુભવ થાય છે. સાધારણ વ્યવહારમાં પણ જોઇએ છીએ કે જેની વૃત્તિ થોડી વિક્ષેપવાળી હોય છે તેને વધારે આનંદ હોય છે, જેને વૃત્તિ બહુ વિક્ષિપ્ત હોય છે તેને બહુ કલેષ હોય છે, માટે અત્યંત વૃત્તિ અટકે તો જ ખરું સુખ અનુભવાય. જેમ હીરા ઉપર મેલ ચઢી જવાથી તે પ્રકાશ વિનાનો પથરો લાગે છે તેમ આત્માને વૃત્તિ રૂપી મેલ ઢાંકી નાંખે છે ને તેનો જે જ્ઞાન આનંદ આદિ સ્વભાવ તે અનુભવાતો નથી.

જે રીતે વૃત્તિ અટકે એમ કરવું એ સર્વ ધર્મ કર્મનો હેતુ હોવો જોઈએ. વૃત્તિ મનનો ધર્મ છે, ને મન જે છે તે, ઘણે ભાગે, શરીરને આધીન છે. જે આહાર વિહાર થાય તે બધાં શરીરને, ને તેમાંથી મનને અસર કરે છે. માટે શરીર શુદ્ધ રહે અને મન પણ શુદ્ધ રહે તો વૃત્તિ સ્થિર થાય, ને વૃત્તિ સ્થિર થાય, તો પછી આત્મા ઉપરજ તેને લગાડી દેવાથી આત્માનો અનુભવ થઈ, કોઈ દિવસ, દુઃખ જણાયજ નહિ, સ્નાન, સંધ્યા, જપ, તપ, જે જે થાય તેનો હેતુ શરીર અને મનની શુદ્ધિ કરી વૃત્તિને સ્થિર કરવાને હોવો જોઈએ, ને તેમજ છે. વૃત્તિ સ્થિર થાય ત્યારે સંતોષ અને સમાધાન ઉદય પામે છે, ને જે પોતાને પ્રાપ્ત થયું હોય તે યોગ્ય છે એમ જણાય છે તથા તેમાં આનંદ લાગે છે, અને આ સંસારમાં સંતોષ અને સમાધાન એ પારસમણિ છે, કેમકે તેમના સ્પર્શથી દુઃખ રૂપી લોહ અને પાષાણનું પણ સુખ રૂપી સુવર્ણ થઈ જાય છે. ત્યારે વૃતિને સ્થિર કરવા પ્રયત્ન કરવોજ જોઈએ. વૃત્તિ સ્થિર થઈ તો પછી જે કરવું હોય તે થાય છે. વ્યવહારમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે. કોઈ પણ કામ સ્થિરવૃત્તિથી તે કામમાં પરોવાયા વિના સિદ્ધ થતું નથી. એમજ સ્થીરવૃતિને આત્મા ઉપર દઢ કરવી, કે આત્માનો સ્વાભાવિક પ્રકાશ સહજમાં આનંદ પમાડે, આમ થવાથી બહાર પ્રસરી ગએલી વૃત્તિઓ અંતમુખ થાય છે એટલે પોતાના આધાર ભણી વળે છે. જે જે ધર્મક્રિયાઓ તથા પ્રાર્થના છે તેનો હેતુ વૃત્તિની સ્થિરતા અને તેના આત્મા ઉપર દઢતા કરાવવાનોજ છે, એમ ન થાય તો તે ક્રિયાઓના ચાળા કરવાથી કશો લાભ નથી. પણ આવી રીતે વૃત્તિ દઢ તથા સ્થિર થાય