આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૬
બાલવિલાસ.

મનુષ્યત્વ
૧૭.

આહાર, વિહાર, ભય, નિદ્રા એટલાં વાનાં પશે અને મનુષ્ય ઉભયને સરખાં છે ને એ રીતે જોતાં તે માણસ અને પશુમાં કાંઈ ભેદ નથી. માણસ અને પશુ વચ્ચે ભેદ પેદા થવાનું કારણું, “માણસને જીવ છે પશુને નથી" એવું કોઇ બતાવે છે તે પણ જે રીતે આપણે જીવ અને આત્મા એ શબ્દને સમજતાં આવ્યાં છીએ તે રીતે ખરું લાગતું નથી, કેમકે જીવ પણ બધે છે, ને આત્મા પણ બધે છે. માણસ ને પશુ બે સરખાં જણાવવા સમયે જ પ્રખ્યાત શ્રી ભરતૃહરીએ કહ્યું છે કે માણસમાં ધર્મ છે, જેને લીધે તે પશુનાથી શ્રેષ્ઠ છે. ધર્મ એટલે શું તે આગળના પાઠોમાં કહેવામાં આવ્યું છે, ને તેનો અર્થ એટલો જ થાય છે કે માણસ પોતામાં જે આત્મા છે, ને જે સર્વત્ર વ્યાપી રહેલો છે તેને અનુભવી શકે છે, તેની એકતા જાણી શકે છે, પશુઓ માત્ર જુએ છે, વિચારે છે, રાગદ્વેષ પામે છે; પણ તે જેવા વિચારવા ઇત્યાદિના મૂલ કારણરૂપે તે પોતાના આત્માને વિચારી શકતાં નથી, તે તે આત્માનો સર્વમય સ્વભાવ પણ જાણી શકતા નથી. જ્યાં સુધી આવો સર્વમય આત્મભાવ અનુભવાતો નથી ત્યાં સુધી રાગદ્વેષ પેદા કરવાવાળુ મન મરી જતું નથી, ને સંસારની વાસના છૂટતી નથી. એ પ્રમાણે થવું એ કેવલ આ દુનીયામાંજ સંભવે છે, એમ આપણે પુનર્જન્મના પાઠમાં કહ્યું છે. માટે અહીં જે જન્મ છે તે ઉત્તમ છે, તેમાં પણ મનુષ્ય દેહ ઉત્તમ છે. મનુષ્ય દેહ આવ્યાં હતાં જેનાથી આત્મભાવ પામવા ઉપર કાંઈ કરી શકાતું નથી. તે મનુષ્ય છતાં પશુજ છે એમ પણુ શ્રી ભર્તુહરીએ છેવટે કહ્યું છે તે, આ પ્રમાણે વિચારતાં યથાર્થ છે.

મનુષ્યમાં પણ રૂપ રંગ જ્ઞાતિ દેશકાલ ઈત્યાદીથી પડી ગયેલા ભેદને લીધે જે જે વિભાગ થઈ આવ્યા છે તેને વળગી રહી જુદાઈ સમજવી એજ પાપનું મૂલ છે, બધાં મનુષ્ય એકજ છે; મનુષ્ય તો શું પણ પ્રાણીમાત્ર એકજ છે. પ્રાણીમાત્ર શું પણ આખું વિશ્વ એક છે. એમ જેનાથી અનુભવાય તેનેજ પરમ આનંદ થાય છે. એનું જ નામ મોક્ષ. જેને એવું થાય છે તેને પોતાને કશું કરવાનું રહેતું નથી. વિશ્વરચના એવી છે કે તેમાં નિરંતર ઉત્તરોત્તર વૃદ્ધિજ થયાં જાય છે, જે જે દુઃખ મંદવાડ તાપ પશ્ચાત્તાપ ઇત્યાદિ જણાય છે, તે માણસોનાં રોગી તન અને મનને સાજાં કરવાનાં ઔષધ છે. વિશ્વનિયમજ એવો છે કે વધારે ખાવું હોય તો તાવ