આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૯
સન્નારી-સીતા ભાગ ૪.

પ્રયત્ન કર્યો છે, તેણે બધાં તીર્થ કર્યો છે, સમસ્ત પ્રકારનાં દાન આપ્યાં છે, સહસ્ત્રાવધિ યજ્ઞો કર્યો છે, જે જે પુણ્ય કહેવાય તે કર્યું છે; ને તેજ સર્વ માન્ય અને સર્વ પૂજ્ય છે. દર્શનથીજ પાપ હરે તેવાં છે. આવા આત્મભાવનુંજ રાત દિવસ શ્રવણ અવલોકન કરવું; તેમાંથી ગ્રહણ કર્યું હોય તેનું મનન કરી તેને મનમાં દઢ કરવું; ને તે દઢ કરેલાનું નિદિધ્યાસન કરવું, એટલે તે એવી રીતે પચવવું કે તેનાથી વિરુદ્ધ એક પણ વૃત્તિ પદા ન થાય, તે રુપજ થવાય.

ગમે તેવા સુખથી, ગમે તેવી કીર્તિથી, ગમે તેવી આશાથી, કદાપિ આત્મભાવનો મંત્ર ભુલવો નહિ, ને જે મનમાં હોય તેજ કહેવું, તેજ કરવું એમાંજ કલ્યાણ છે, એમ થાય ત્યારે જ મનુષ્ય થવાનું મનુષ્યપણું સાર્થક છે.

સન્નારી.
સીતા. ભાગ-૪
૧૮

અગ્નિમાં પ્રવેશ કરી અતિ વિશુદ્ધ થઈ પવિત્રતાની પૂર્ણ કસોટીએ પાર ઉતરેલાં સીતા, રામ અને અયોધ્યામાં અનેક પ્રકારે આનંદ કરવા લાગ્યાં. લક્ષ્મણ, ભરત શત્રુધ્નાદિ પણ તેમની સેવામાં તત્પર રહેતાં, એમ દિવસ જતાં સીતાને પેટ ગર્ભ રહ્યો. તે ગર્ભ ઉત્તમમાં ઉત્તમ નીવડે એવી બુદ્ધિથી, સર્વે સીતાને જેમ સુખ થાય, અને સીતાની મનોવૃત્તિ જેમ પ્રફુલ્લ રહે તેમ કરવા લાગ્યાં. એમ રામ સીતા અનેક પ્રકારે આનંદમાં હતાં, તેવામાં રામે રાજ્યની પણ ઓછી સંભાળ રાખી ન હતી, ચારે પાસા ગુપ્તચરો મોકલીને પોતે પ્રતિરાત્રી નગરવૃત્તાન્ત શ્રવણ કરતા, અને જે યોગ્ય લાગે તે વ્યવસ્થા કરતા. એવામાં એક દિવસ દુર્મુખ નામના એક ચારે આવીને નિવેદન કર્યું કે મહારાજ ! લોક એમ કહે છે કે રામે તો દશરથને પણ વિસારે પાડયા. ત્યારે રામે કહ્યું કે એ વાત મારે સાંભળવી નથી, પણ જેથી એમાં કાંઈ દોષ આવતો હોય તે કહે. ત્યારે દુર્મુખે બહુ લાજ પામી, નીચું ઘાલી, ધીમેથી કહ્યું કે એક ધોબીએ ધોબણને મારતી વખત એવું કહ્યું કે હું કાંઈ રામ નથી કે પારકે ઘેર રહી આવેલી બાયડિને ઘરમાં ઘાલું. આટલું સાંભળતાજ રામને મહા કષ્ટ પેદા થયું. સીતા નિર્દોષ છે તેની એમને ખાતરી હતી, પોતાનો સીતા ઉપર પ્રેમ પણ એવો હતો કે એના વિના જીવવું પણ દુર્લભ થાય, પરંતુ રાજાનું મુખ્ય કર્મ એ