આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૨ બાલવિલાસ.

હતાં; તે નાટકનો વિષય સીતાને વનવાસ કાઢી ત્યાંથી તે તે ગંગામાં પડી પુત્રવતી થઈ વાલ્મીકિને ત્યાં રહી ત્યાં સુધીનો હતો. આ વાત કોઈને ખબર ન હતી, પણ જેમ જેમ નાટક થતું ચાલ્યું, તેમ તેમ ખરેખરી સીતાને ખરા પુત્રો તથા બીજાં પાત્ર પણ ખરાં જેઇ, રામ મૂર્છા પામી ગયા. પૃથ્વી અને ભાગીરથીએ રામને ઠપકો દેવા માંડ્યો, પણ તેમણે તે પુરલોક ઉપર દષ્ટિ કરી, પણ પુરલોકને એ આ સમયે નિશ્ચય થઈ ગયો કે સીતા શુદ્ધ સતી છે. નાટક પૂર્ણ પણ નહોતું થયું તે પહેલાં સર્વ ઋષિ, દેવ, લોક, સર્વના જયવાદ વચ્ચે રામ સીતા ભેટયાં, ને બાલકોએ પોતાના પિતાના અંકમાં ભરાઈ પિતૃસ્નેહનો રસ પીધો.

સીતા જેવો સતીધર્મ, રામ જેવો પતિધર્મ. અને રાજધર્મ, લવ કુશ જેવો પુત્રધર્મ, કોને અનુકરણ કરવા યોગ્ય નથી ?


સન્નારી
અનસુયા
૧૫

કર્દમ ઋષિને દેવહૃતિથી અનસૂયા નામે પુત્રીરત્ન પ્રાપ્ત થયું હતું. તેને અત્રિઋષિ સાથે પરણાવી હતી. પોતાના પતિની સેવા, ક્ષુધા તૃષા આદિ શ્રમ કાંઇ પણ વિચાર્યા વિના, એવા એક પ્રેમથી ને એક મનથી એ કર્યા કરતી કે એને સતી શિરોમણિની સાથે ઉપમા મળેલી છે, એટલું જ નહિ પણ એવા એક નિરૂઢ પ્રેમનું ને એવી અનન્ય ભક્તિનું કુલ પણ તેની અપૂર્વ શક્તિથી સિદ્ધ થયેલું છે. તેનાં ઉદાહરણ પુરાણમાં અનેક આવે છે, જેમાંથી સારમાત્ર અનન્ય પતિભક્તિ એજ સમજવાનો છે.

પતિ સેવામાં આવી રીતે લાગેલી અનસૂયાએ સો વર્ષ સુધીના વિષમ દુકાળ, જાણતી પણ ન હોય, તેમ ગાળ્યો; અત્રિ ઋષિ તે બધો સમય સમાધિમાં હતા, પણ પોતે એ દુકાળનું એક વર્ષ બાકી હતું તેવામાં જગ્યા અને પોતાની પ્રાણપ્રિયા પાસે જલ માગવા લાગ્યા. અનુસૂયા જલ લેવા ગઈ, ઘણે દૂર ગઈ, પણ જલ જણાય ક્યાં ? એવામાં પાછળથી કોઈએ કહ્યું "સખી અનસૂયા ! તારા કોમલ ચરણને ક્યાં સુધી તું આ ઉજડમાં પીડા આપશે? આજ તે જલ કયાં હોય? માટે પાછી જા.” અનસૂયાએ પાછું વાળીને પણ જોયું નહિં, માત્ર એટલું જ કહ્યું કે મારા પ્રાણનાથ માટે જલ લાવી આપું ત્યાં સુધી સખિ ! આ સ્થલે રહેજો, પછી હું તમને