આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૪
બાલવિલાસ.

એટલાં તમારાં વિદ્યા, તપ આદિ સફલ નથી, માટે આમ કરવું પડે છે. નર્માદાએ આંખમાં આંસુ આણી કહ્યું કે એમાં મારો દોષ નથી. મેં પાંચ વાર પરણવાનો સમારંભ કર્યો પણ ધારેલા પતિનું મરણ થયું. ત્યારે ઇન્દ્રે કહ્યું કે તમે પૃથ્વી ઉપર જઈ કોઈ ગામમાં ત્રણ દિવસ રાત દિવસ ઉદ્ઘોષ કરાવો કે કોઈ મને પતિ થઇ ગ્રહણ કરો, એમ કરતાં પણ કોઈ પતિ ન મળે, તો તમારો દોષ નિવારણ થયો ગણાશે.

નર્મદાએ પ્રતિષ્ઠાનપુરમાં આવી એ પ્રમાણે કર્યું, પણ કોઈ પતિ મળ્યો નહિ. છેવટ એક રગતપિતીઓ મહા કુરૂપ દુષ્ટ અને દુર્ગંધવાળો કૌશિક નામે બ્રાહ્મણ એનો પતિ થવા આવ્યો. તેને પોતે પતિરૂપે સ્વીકારી તેની અનેક પ્રકારે સેવા કરવા માંડી. સત્સંગથી દુષ્ટને પણ બુદ્ધિ આવે છે, એટલે કૌશિક બ્રાહ્મણે એક દિવસ નર્મદાને કહ્યું કે હે પ્રિયે! તે મારે માટે બહુ કષ્ટ વેઠયું છે, પણ હું તો પાપનો પૂજારી છું, હવે જો તું મને બધાં તીર્થનું સ્નાન કરાવે તો મારા પાપ નાશ પામે. નર્મદાએ એક વાંસના પહોળા કરંડીઆમાં નરમ તળાઈ બીછાવી તે ઉપર પતિને સુવાર્યો, અને માથે મૂકી તીર્થયાત્રા કરવા ચાલી. પાછી પ્રતિષ્ઠાનમાં આવી ત્યારે અંધારી રાત્રી હતી. ગામ બહાર એક શૂલી રોપેલી હશે, ને તેના ઉપર માંડવ્ય નામના ઋષિને પોતે ચોર ન છતાં પણ ખોટે ખોટા પકડાયેલા, તેથી ચઢાવેલા, તે લટકતા હશે, તેમન અજાણતાંજ કૌશિકનો પગ વાગ્યો, તેથી તેમની પીડા અધિક તીવ્ર થઇ, અને તેમણે શાપ દીધો કે, વિના કારણે જેણે મને આ પીડા કરી તે પ્રાતઃકાલેજ મરણ પામજો. સતી નર્મદાએ પોતાના સતીત્વના બલથી નિશ્ચય કર્યો કે સૂર્યનેજ ઉગવા ન દેવો.

માટે હે મહા સતી અનસૂયા! પૃથ્વી ઉપર આજ ત્રણ દિવસથી સૂર્યદેવ ઉગી શકતા નથી, અને આ લોક માત્ર બહુ દુઃખી છે. આનો કાંઈ પણ ઉપાય કરો. આટલું સાંભળીને અનસૂયા નર્મદાની પાસે આવ્યાં, અને નર્મદાને અનેક પ્રકારે વખાણી નરમ કરી, કહેવા લાગ્યાં કે તને કદાપિ દુઃખ થાય તો તે પણ તારે આખા જગતને જેથી સુખ થાય તે માટે વેઠવું એ તારા જેવી સતીનો ધર્મ છે. નર્મદાએ સૂર્યની પ્રાર્થના કરી એટલે સૂર્યદેવ ઉગ્યા, ને પોતે, કૌશિક મરી જવાથી વિધવા થઈ. પણ તુરતજ અનસૂયાએ સૂર્યની પ્રાર્થના કરી માગ્યું કે જો હું ખરી હોઉ તો આ કૌશિક નવરૂપયૌવનવાળો નીરોગી ને સુંદર થઈ જીવતો થજો. આથી નર્મદા પાછી પોતાના પતિ સાથે સુખી થઇ, દેવતાઓએ પ્રસન્ન થઈ અનસૂયાને વરદાન