આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૫
સન્નારી-અનસૂયા.

માગવા કહ્યું, ત્યારે તેણે માગ્યું કે મારે પેટ બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણે પુત્ર થઈ મને વાત્સલ્યરસમાં આનંદે; દેવતા તથાસ્તુ કહી ચાલ્યા ગયા.

ધણાંક વર્ષ પછી એક સમય અત્રિ ઋષિ આશ્રમમાં હતા નહિ તે સમયે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ ત્રણે બ્રાહ્મણનાં રૂપ ધરી ભિક્ષા માગવા આવ્યા, સતીની છેવટની પરીક્ષા કરવા સારૂ તે હઠ લઈને ઉભા કે અમને માગીએ તે આપો. બ્રાહ્મણની યાચનાની ના ન કહેવાથી સતીએ હા કહી, પણ તેમણે તો સતીનું સતીત્વજ માગ્યું. અનસૂયાને સૂડી વચ્ચે સેપારી થયું. બ્રાહ્મણને ના કહે તો તે શાપ દે. હા કહે તો પોતાને સતી ધર્મ તૂટે. તેથી તેમણે પોતાના સતીત્વને બલે એમ કર્યું કે ત્રણેને નાના નાના બાલક કરી નાંખ્યાં, ને ઘેાડીઆમાં સુવારી, પછી માતારૂપે થઈ તેમની જોડે વિહાર કરવા માંડ્યો. પેલાં ત્રણ બાલક પણ માતાને બહુ પ્રસન્ન કરવા લાગ્યાં, એમ ઘણાક દિવસ ગયા ત્યારે અત્રિ ઋષિ આવ્યા, તેમણે આ બધું તોફાન જોઈ, ધ્યાન કરી જોયું તો સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણે ઘોડીઆમાં રમે છે એમ તેમને લાગ્યું. એમણે તેમને સ્વરૂપે થવા પ્રાર્થના કરી, તેથી તે સ્વરૂપે થયા. અને અનસૂયાએ પણ આગળ પોતાને મળેલું દેવતાનું વરદાન સંપૂર્ણ થયું જાણ્યું. પછી તેમની ઉભયે પૂજા કરી. એટલે તે પોતપોતાને ધામ ગયા.

અનસૂયાનો આશ્રમ અદ્યાપિ પણ નર્મદાને તટે છે, ને ત્યાં કૌશિક જેમ નવયૌવન થયો હતો તેમ આજે પણ કુષ્ઠ રોગીને સારૂ થાય છે. સતીધર્મનો મહિમા કેવો મોટો છે ને પતિસેવા એ સ્ત્રીના શા શા લાભ આપનારી છે, તે આ દષ્ટાન્તાથી સહજ સમજાશે.


સન્નારી ભાગ-૧૬
મૈત્રેયી-ગાર્ગી
૨૦

પ્રાચીન કાળમાં સ્ત્રીઓ ભણતી એ વાત આપણે કર્ણપરંપરાથી સાંભળીએ છીએ, અને જુદી જુદી આર્ય સન્નારીઓનાં ચરિત્ર વિચારતાં એમ અનુમાન કરીએ છીએ કે તે ભણેલી હોવી જોઈએ. પણ પ્રત્યક્ષ અતિ ઉત્તમ વિઘા પામેલી એવી કોઈ સ્ત્રીનું વિદ્યા સંબંધી કામ તમને હજુ કહેવામાં આવ્યું નથી. ઘણાક તો એમ પણ કહે છે કે સ્ત્રીઓને ગુહ્ય વેદાર્થ